Get The App

સાણંદમાં ધોરણ ૧૦ પાસ યુવક ડોક્ટર બની સારવાર કરતો હતો

વિરોચનગર ગામમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં

૯,૫૦૦નો દવાઓ, ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
સાણંદમાં ધોરણ ૧૦ પાસ યુવક ડોક્ટર બની સારવાર કરતો  હતો 1 - image

અમદાવાદ, રવિવાર

સાણંદ નજીક વિરોચનગર ગામમાં મેડિકલ ડિગ્રી વગર ગરીબ દર્દીઓની સારવાર કરતા બોગસ ડોક્ટરને પોલીસે પકડી પાડયો હતો. પોલીસ તપાસમાં ધોરણ ૧૦ પાસ યુવક ૧૦ વર્ષથી પ્રેકટીસ કરતો હતો અને સ્થળ પરથી રૃા. ૯,૫૦૦નો એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મેડિકલ ડિગ્રી વગર ૧૦ વર્ષથી સારવાર આપતો ૯,૫૦૦નો દવાઓ, ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે 

અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે ચોક્કસ બાતમી આધારે સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે દરોડો પાડીને સરખેજમાં રહેતા રાજુભાઇની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા તેની પાસે મેડિકલની  એલોપેથીકની કોઇ પ્રકારની ડિગ્રી કે લાયસન્સ ના હોવા છતાં ગરીબ દર્દીઓેની સારવાર છેલ્લા ૧૦ વર્ષથી કરતો હતો.

એટલું જ નહી ઇન્જેક્શન પણ આપતો હતો પોલીસે નકલી ડોક્ટરના ગેરકાયદેસરના દવાખાનામાંથી ૪૧ પ્રકારની દવાઓ અને ઇન્જેકશનનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.