બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત
શાહીબાગમાં દિકરાને સ્કૂલે મૂકવા જતા પિતાનું મોત
૧૭ વર્ષના પુત્રને કાર ચલાવવા આપનારા પિતાની ધરપકડ
અમદાવાદ, બુધવાર
શાહીબાગમાં સરદાર સ્મારક પાસે અસારવાના કુખ્યાત બુટલેગરનો સગીર વયનો પૌત્ર ફોર્ચુંનર કાર પૂરઝડપે હંકારીને આવતો હતો તેણે ટક્કર મારતાં એક્ટિવા રિક્ષા સાથે અથડાતાં એક્ટિવા ચાલક યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે રિક્ષા ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે દાખલ કરવામા આવ્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે સગીર પુત્ર તથા ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધી તેમની પણ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
કારે એક્ટિવા-રિક્ષાને ટક્કર મારી ઃ ૧૭ વર્ષના પુત્રને કાર ચલાવવા આપનારા પિતાની ધરપકડ
અસારવા મોહન સિનેમા સામે સોસાયટીમાં રહેતો યુવક આજે સાવરે પોતોના દિકરાને સ્કૂલે મૂકવા માટે જતા હતા જ્યાં શાહીબાગ સરદાર સ્મારક પાસે અસારવા રહેતા કુખ્યાત બુટલેગરનો ૧૭ વર્ષનો પૌત્ર ફોર્ચુંનર કાર પૂરઝડપે હંકારીને આવતો હતો તેણે ટક્કર મારતાં એક્ટિવા રિક્ષા સાથે અથડાતાં એક્ટિવા ચાલક યુવકને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું.
જ્યારે રિક્ષા ચાલકને પણ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે દાખલ કરવામા આવ્યો હતો. આ ઘટના અંગે ટ્રાફિક એફ ડિવિઝન પોલીસે સગીર પુત્ર તથા ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધી તેમની પણ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.