Gujarat

યુવકને ઢોર માર મારી પાણીના નાળામાં ફેંકી હત્યા કરી

By GS TEAM
27 Jun 20251 min read
યુવકને ઢોર માર મારી પાણીના નાળામાં ફેંકી હત્યા કરી

અમદાવાદ,શુક્રવાર

નરોડામાં કોઇક અગમ્ય કારણસર ફેકટરીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ યુવકને પેટ, મોંઢે,માથામાં ઢોર માર મારતાં બેભાન થઇ ગયો હતો. જેથી પુરાવાનો નાશ કરવા કરવા પાણીના નાળામાં ફેકીને હત્યા કરી હતી. નરોડા પોલીસે પ્રથમ અક્માતે મોત નોંધી ઉંડાણ પૂર્વક તપાસ કરતાં હત્યાનો ભાંડો ફૂટતા હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

માર મારતાં યુવક બેભાન થઇ પડયો પૂરાવાનો નાશ કરવા ઉંચો કરીને પાણીમાં ફેક્યો ઃ નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ કરતાં હત્યાનો ભાંડો ફૂટયો

 રાજસ્થાનમાં રહેતા અને ખેતી કામ કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા જીઆઇડીસી ખાતે મહેતા ઉદ્યોગ પ્લોટ ખાતે રહેતા બે સહ કર્મી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના નાના ભાઇ નરોડા જીઆઇડીસીમાં નોકરી કરતા હતા તા. ૨૫ના રોજ રાતે ફેકટરી નજીક ત્રણ રસ્તા પાસે ઓટા મારવા નીકળ્યા હતા.  

આ સમયે ઉપરોક્ત શખ્સોએ કોઇક કારણસર તેમના ભાઇ સાથે તકરાર કરીને મારા મારી કરીને માથા તથા મોંઢે અને પેટમાં ઢોર માર મારતાં તે બેભાન થઇને નીચે પડી ગયો હતો બાદમાં આરોપીઓએ ઉંચા કરીને નજીકમાં પાણીના નાંળામાં ફેકતાં તે મરણ પામ્યો હતો. નરોડા પોલીસે પ્રથમ અક્માતે મોત નોંધી ઉંડાણ પૂર્વક તપાસ કરતાં હત્યાનો ભાંડો ફૂટતા હત્યાનો ગુનો નોંધીને પોલીસે સીસીટીવી આધારે તપાસ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.