ખૂની ખેલ ખેલાયો, યુવકનું અસ્ત્રાથી ગળુ કાપીને હત્યા
ગીતામંદિર લાટી બજાર પાસે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળો બોલવા બાબતે ઘાતક હુમલો
કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી
અમદાવાદ,બુધવાર
ગીતામંદિર પાસે લાટી બજારમાં ગઇકાલે મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મિત્રો ભેગા મળી મજાક મસ્તી કરતા હતા અને ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કરીને યુવક ગળાના ભાગે અસ્ત્રાના ઘા મારીને ગળુ કાપીને હત્યા કરી હતી, ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જો કે બનાવની ૧૦ મીનીટમાં યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લોહી લુહાણ એલ.જી.હોસ્પિટલમાં લઇ ગયા ઃ યુવકનું ૧૦ મીનીટમાં મોત કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી
ગીતામંદિર વિસ્તારમાં રહેતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગીતા મંદિર લાટી બજાર રહેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના 35 વર્ષના નાના ભાઇ ગઇકાલે રાતે ગીતા મંદિર લાટી બજાર પઠાણની ચાલી સૌરાષ્ટ ગેટ સામે આરોપી મિત્રો સાથે અને અચાનક આરોપીઓએ ઉશ્કેરાઇ જઈને યુવક ઉપર અસ્ત્રાથી હુમલો કર્યો હતો.
યુવક લોહી લુહાણ થઇ ગયો હતો ગંભીર હાલતમાં હાજર મિત્ર એમ્બ્યુલન્સ મારફતે યુવકે સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતુ. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસ.એ.ગોહીલના જણાવ્યા મુજબ મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળા ગાળી થતાં ઉશ્કેરાઇને આરોપીઓએ હત્યા કરી હતી. કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.