દાસ્તાન સર્કલ પાસે ટ્રકની ટકકરથી કાકાની નજર સામે છ વર્ષના ભત્રીજાનું કરુણ મોત
બાઇકને ટક્કર મારી ડ્રાઇવર ભાગી ગયો ઃ સારવાર દરમિયાન કિશોરનું મોત
---ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ, બુધવાર
અમદાવાદમાં નરોડાથી ઓઢવ જવાના રિંગ રોડ ઉપર ટ્રક સહિત ભારે વાહનો પૂર ઝડપે ચલાવતા હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે કાકા ભત્રીજા બાઇક પર બેસીને નિકોલ રિંગ રોડ ઉપરથી પસાર થતા હતા. આ સમયે દાસ્તાન સર્કલ પાસે પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતાં કાકા-ભત્રીજા ઘાયલ થયા હતા જેમાં છ વર્ષના ભત્રીજાને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાતમ આઠમના તહેવારમાં વતન જવાનું હોવાથી વસ્ત્રાલ રહેતા કાકા કડી કલ્યાણપુરાથી ભત્રીજાને લઇ આવતા હતા ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઇનો છ વર્ષનો દિકરો મહેસાણા જિલ્લાના કડી પાસે કલ્યાણપુર ખાતે માસાના ઘરે રહીને અભ્યાસ કરે છે. સાતમ આઠમનો તહેવાર કરવા માટે ભત્રીજાને લઇને વતન જવાનું હતું જેના કારણે ફરિયાદી ગઇકાલે તેમના મિત્રનું બાઇક લઇને ભત્રીજાને લઇને અમદાવાદ રિંગ રોડ ઉપરથી પરત આવી રહ્યા હતા.
જ્યાં નિકોલ-ઓઢવ રિંગ રોડ ઉપરથી પસાર થતા હતા, આ સમયે દાસ્તાન સર્કલ પાસે પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતાં કાકા-ભત્રીજા ઘાયલ થયા હતા. જેમાં છ વર્ષના ભત્રીજાને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.