Gujarat

પેટ્રોલપંપના સુપરવાઇઝરે કર્મચારીએ સગીરાની છેડતી કરી

By GS TEAM
7 Oct 20252 mins read
પેટ્રોલપંપના સુપરવાઇઝરે કર્મચારીએ સગીરાની છેડતી કરી

અમદાવાદ,મંગળવાર

હાથીજણ સર્કલ પાસે આવેલા પેટ્રોલ ઉપર નોકરી કરતા બે સંતાના પિતા સુપરવાઇઝરે કામ કરતી સગીરાની છેડતી કરી બિભત્સ માંગણી કરી હતી. સગીરા કામથી ઓફિસમાં ગઇ તે સમયે સુપરવાઇઝરે તેને બેસાડીને વાતો કરીને છેડતી કરતાં તે દોડીને બહાર ગઇ હતી અને માલિકને વાત કરી હતી જો કે વિકૃત માનિકતા ધરાવતો સુપરવાઇઝર છેલ્લા ત્રણ મહિનાથી સગીરાને હેરાન કરતો હતો. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે સુપરવાઇઝર સામે પોક્સો કલમ હેઠળ ગુનો નોધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

ત્રણ મહિનાથી સગીરાને હેરાન કરતો હતો ઃ  વટવા જીઆઇડીસી પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા બે સંતાનના પિતા સામે પોક્સોનો ગુનો નોંધીને  ધરપકડ કરી 

ઉત્તર પ્રદેશના વતની મહિલાએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના વતની અને હાથીજણ રિંગ રોડ ઉપર પેટ્રોલ પંપ  ઉપર નોકરી કરતા અને વસ્ત્રાલ ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૧૭ વર્ષની સગીર દીકરી હાથીજણ સર્કલ પાસે આવેલ પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. આ જ પેટ્રોલપંપ પર સુપરવાઇઝર તરીકે  નોકરી કરતો આરોપી છેલ્લા ત્રણ મહિનાથી અવારનવાર કોઇને કોઇ બાબતે સગીરાને હેરાન કરીને બિભત્સ માંગણી કરી હતી. 

ગઇકાલે બપોરના સમયે સગીરા કામથી ઓફિસમાં ગઇ હતી ત્યાં આરોપીએે સગીરાને બેસાડીને વાતો કરીને છેડતી કરીને બિભત્સ માંગણી કરતા સગીરા ગભરાઇને બહાર દોડી આવી હતી. ત્યારબાદ પેટ્રોલ પંપના માલિકને હકીકત જણાવી હતી. આ ઘટના વટવા જીઆઇડીસી પોલીસે  આરોપી સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.