શાંતિપુરા સર્કલ પાસે ટ્રેલર નીચે કચડાતાં યુવકનું મોત
સેમી કન્ડકટર કંપનીનો એન્જિનીયર મોતને ભેટયો
૧૦ ફૂટ ઢસડાતા ચેન્નઇના યુવકનું સ્થળ ઉપર મોત
અમદાવાદ,રવિવાર
સરખેજ શાંતિપુરા સર્કલ પાસે ટ્રેલરના ટાયર નીચે કચડાતાં ચેન્નાઇના યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું. પોલીસ તપાસમાં બાઇક સ્લીપ ખાતાં ટ્રેલર નીચે આવી જતાં ૧૦ ફૂટ સુધી ઢસડાયો હતો. યુવક સેમી કન્ડકટર કંપનીમાં એન્જિનીયર તરીકે નોકરી કરતો હતો. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાઇક સ્લીપ ખાતા ટ્રેલર નીચે આવી જતા ૧૦ ફૂટ ઢસડાતા ચેન્નઇના યુવકનું સ્થળ ઉપર મોત
સરખેજ સાણંદ રોડ ઉપર ગોકુલધામ સામે રહેતા અને માઇક્રોન સેમી કન્ડકટર કંપનીમાં એન્જિનીયર તરીકે નોકરી કરતા યુવક આજે બપોરે બાઇક લઇને સરખેજ શાંતિપુરા સર્કલ પાસેથી બાઇક લઇને જતા હતા. આ સમયે બાઇક સ્લીપ ખાતા ટ્રેલરની ટાયર નીચે આવી જતાં ૧૦ ફૂટ સુધી યુવક ઢસડાતા સ્થળ ઉપર મોત થયું હતું.
આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે રાજસ્થાનના વતની ટ્રેલર ડ્રાઇવર સામે અકસ્માતે મોતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.