મોબાઇલમાં ઓનલાઇન ક્રિક્રેટનો સટ્ટો રમાડતો યુવક ઝડપાયો
ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે ફૂટપાથ ઉપર ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતો
સટ્ટો રમાડવામાં માટેના જુદા-જુદા ત્રણ આઈડી અને પાસવર્ડ મળી આવ્યા
અમદાવાદ, શુક્રવાર
એરપોર્ટ વિસ્તારમાં ઇન્દિરાબ્રિજ સર્કલ ઉપર ફૂટપાથ ઉપર બેસીને મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને પકડી પોલીસે પકડી પાડયો હતો. પોલીસ તપાસમાં યુવક ઇંન્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાતી ક્રિકેટ મેચનો સટ્ટોે રમાડતો હતો. એરપોર્ટ પોલીસે યુવકની ધરપકડ કરી રાજકોટ અને સુરત સહિતના ચાર યુવકો સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એરપોર્ટ પોલીસે રાજકોટ, સુરતના ચાર યુવકો સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
એરપોર્ટ પોલીસે બાતમી મળી હતી કે ઇન્દિરાબ્રિજ સર્કલ પાસેના પાનના ગલ્લાની સામે ફૂટપાથ બેસી અને મોબાઇલમાં ઓનલાઈન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે એરપોર્ટ પોલીસે દરોડો પાડીને ફૂટપાથ ઉપર બેસીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા રાજકોટ સાધુ વાસવાણી રોડ ઉપર વસંતવિહાર પાટીદાર ચોક ખાતે રહેતા હેમાંગ હિન્શુ (ઉ.વ.૩૧)ની ધરપકડ કરી છે.
આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે કરીને ચેક કરતાં તેમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવામાં માટેના જુદા-જુદા ત્રણ આઈડી અને પાસવર્ડ મળી આવ્યા હતા. તેને તપાસતા ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની રમાતી ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતો હતો. પોલીસ પૂછપરછ કરતા આરોપીએ સુરતના ભાવેશ ગોયાણી તથા જીજ્ઞોશ તેમજ કાનજીભાઈએ પાસવર્ડ આપ્યા હોવાની કબૂલાત કરી હતી એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે હેમાંગની ધરપકડ કરીને અન્ય ફરાર ત્રણ આરોપી સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોધીને શોધખોળ હાથ ધરી છે.