આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે

'૧૦૮' સેવાનું તારણ- દિવાળી બાદ નવા વર્ષે એટલે કે,
થોડુ
ધ્યાન અનેક અનિચ્છનીય ઇમરજન્સીને ટાળી શકે ઃ માર્ગ અકસ્માતના કિસ્સા ઘટાડવા
જવાબદાર-સાવચેત બનવા અપીલ
સુરેન્દ્રનગર -
નવા વર્ષનો પ્રારંભ થવાની સાથે જ આ નવા દિવસોમાં ખાસ કરીને
નવા વર્ષ તથા ભાઇબીજના દિવસોમાં ઇમરજ્સી સેવા પ્રભાવિત થતી હોય છે. છેલ્લા ઘણા
વર્ષોના અનુભવ તથા એનાલીસીસ પરથી નવા વર્ષ તથા ભાઇબીજે ૩૦ ટકા જેટલી ઇમરજન્સી
વધવાની શક્યતા છે. ત્યારે ૧૦૮ની ટીમ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ
તહેવારોમાં સાવધ રહે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે અને ફટાકડા ફોડતી વખતે સાવચેતી
રાખે, કારણ કે માર્ગ અકસ્માત અને ઇજાના કોલ્સમાં મોટો વધારો
થવાની સંભાવના છે.
પ્રકાશના
પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણી વચ્ચે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સવસ દ્વારા
સુરેન્દ્રનગર જિલ્લામાં નવા વર્ષ અને ભાઈબીજના તહેવારના દિવસે ઇમરજન્સી કોલ્સમાં
નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષના ઇમરજન્સી
ટ્રેન્ડ્સ અને પૂર્વાનુમાનના આધારે,
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય દિવસોની સરેરાશ ૮૩ ઇમરજન્સીની
તુલનામાથી નવા વર્ષના દિવસે એટલે કે, ૨૨ ઓક્ટોબરને બુધવારે
ઇમરજન્સી કોલ્સમાં ૬.૧૯ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે, જે
અંદાજે ૮૮ ઇમરજન્સી કોલ્સ સૂચવે છે. જ્યારે ભાઈબીજના દિવસ તા.૨૩ ઓક્ટોબરને ગુરુવારે
ઇમરજન્સી કોલ્સમાં પણ વધારો થવાની સંભાવના છે. દિવાળીના દિવસે જિલ્લામાં દાઝવાના
૦૨ કેસ નોંધાયા હતા.
વધતા
કોલ ભારણનો સંભવિત સમય બપોરે ૧૨ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો રહેવાની શક્યતા
છે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી કોલ્સમાં સૌથી મોટો
વધારો જોવા મળી શકે છે. નવા વર્ષના દિવસેથ સાંજે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે
જ્યારે રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે
કોલ્સ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો ભાઈબીજના દિવસે સાંજે ૪ વાગ્યાથી
રાત્રે ૯ વાગ્યા સુધી કોલ્સની સંખ્યા સતત ઊંચી રહેવાની શક્યતા છે, જેમાં ૬ વાગ્યે સૌથી વધુ કોલ્સ મળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. માર્ગ
અકસ્માત, શારીરિક તકલીફ, તોફાન,
મારામારી, બિમારી, પ્રેગનન્સી
સહિતની વિવિધ ઇમરજન્સી વખતે કોઇ પણ વિલંબ કર્યા વગર ૧૦૮ અથવા તો ડાયલ ૧૧૨ને કોલ
કરવા પણ નાગરિકોને સુચન કરવામાં આવ્યું છે.

