Get The App

બોટાદમાં અગિયાર શખ્સનો યુવાન પર પ્રાણઘાતક હુમલો

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
બોટાદમાં અગિયાર શખ્સનો યુવાન પર પ્રાણઘાતક હુમલો 1 - image


- તાજપર સર્કલ પાસે બનાવ બન્યો

- યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવી હોવાની દાઝે માર મારી ધમકી આપી

ભાવનગર : બોટાદમાં રહેતા યુવાનના પત્નીએ શખ્સ વિરૂધ્ધ કરેલી ફરિયાદની દાઝ રાખી ૧૧ ઈસમોએ ઘાતક હથિયારો વડે યુવાન પર હુમલો કરી ધમકી આપી હતી. જે બનાવ અંગે બોટાદ પોલીસ મથરમાં ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવવાની પ્રાપ્ત થતી વિગત અનુસાર બોટાદના ડોક્ટર હાઉસની બાજુમાં રહેતા ફિરોજભાઈ ઉર્ફે કાઝી શબ્બીરભાઈ કુરેશીના પત્ની મહેજબીનને અલાઉદિન ઉર્ફે કાળુ પઠાણ સાથે એકાદ મહિના પહેલા બોલાચાલી થઈ હતી અને તેના વિરુધ્ધ મહેજબીનનેએ ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદની દાઝ રાખી અલાઉદિન ઉર્ફે કાળુ પઠાણ, સબ્બીર ઉર્ફે સાબો પીરભાઈ નિયાતર, મુનાફ અયુબભાઈ માંકડ, ઇમરાન ઉર્ફે જમાલ અબ્દુલભાઈ ભાસ, જાવેદ ઉર્ફે ડોક્ટર પાદરશી, ઈમ્તીયાઝ રહીમભાઇ સીપાઇ, આરિફ ઉર્ફે લાડવો પી૨ભાઈ નિયાતર, અમન પીરભાઈ નીયાતર, ફારૂક મજીદભાઈ શેખ, અકીલ યુનુસભાઇ શેખ તથા જાવેદ ઉર્ફે કાળું સિંકદરભાઇ કુરેશીએ ધારીયું, લોખંડની પાઇપ તથા છરી જેવા ઘાતક હથીયાર સાથે બોટાદના તાજપુર સર્કલ પાસે ધસી આવ્યા હતા. જ્યાં ફિરોજભાઈ ઉર્ફે કાઝી મોહરમના તાજિયા જોતા હતા. તેવામાં અગિયાર ઈસમોએ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે ફિરોજભાઈ ઉર્ફે કાઝીએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ૧૧ ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :