Gujarat

ધોલેરા-ધંધુકા તાલુકામાં રૂ. 60 લાખની વીજચોરી ઝડપાઈ

By GS TEAM
16 Nov 20251 min read
ધોલેરા-ધંધુકા તાલુકામાં રૂ. 60 લાખની વીજચોરી ઝડપાઈ

- કુલ 108 વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવી

- વીજ ચેકિંગની કામગીરીમાં 39 ટીમમાં 350 જેટલા અધિકારીઓ જોડાયા હતા

ધંધુકા : ધોલેરા-ધંધુકા તાલુકા વીજતંત્રની ૩૯ ટીમો દ્વારા આજે વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૦૮ વીજ કનેક્શનોમાં રૂ.૬૦ લાખની વીજચોરી ઝડપાઈ હતી.

ધોલેરા-ધંધુકા પંથકમાં વીજતંત્ર જ્વારા વ્યાપક સ્તરે વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકાના દેવપરા, સાંઢીડા, ઓતારિયા, ગોરાસુ, ભડીયાદ, હેબતપૂર, કાઠીપૂર, મીન્ગલપુર, કમિયાળા અને ધંધુકા તાલુકાના પચ્છમ તેમજ ધંધુકા શહેર વિસ્તારના વીજ કનેક્શનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમ્યાન કુલ ૧૩૦૦ જેટલા વીજ જોડાણોની તપાસ કરવામાં આવી જેમાંથી ૧૦૮ કનેકશનમાં ગેરરીતિઓ બહાર આવી. આ વિજ ગેરરીતિઓ બદલ સંબંધિત ગ્રાહકાને કુલ રૂ.૫૯.૯૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.