Get The App

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ 1 - image

ધ્રાંગધ્રા તાલુકામાં વીજ ચેકિંગ

વીજ તંત્રની 48 ટીમએ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 460 કનેક્શન તપાસ્યા, 102માં ગેરરીતિ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા તાલુકાના અલગ અલગ ગામોમાં મોટાપાયે વીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈને ધ્રાંગધ્રા પીજીવીસીએલ તંત્રની ટીમો દ્વારા ધ્રાંગધ્રા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી અંગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની કુલ ૪૮ ટીમો દ્વારા વહેલી સવારથી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. પીજીવીસીએલની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં કુલ ૪૬૦ જેટલા વીજ કનેકશન તપાસ્યા જેમાં ૧૦૨ વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી. પીજીવીસીએલની ટીમોએ વીજ ચોરી કરનાર શખ્સોને કુલ ૪૪.૫૦ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યોે હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા પંથકમાં વધતા જતા ગેરકાયદેસર વીજ કનેક્શનો અને વીજ ચોરીના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠોમાં વારંવાર ક્ષતિ સર્જાય છે. જેના કારણે સમયસર વીજ વપરાશનું બિલ ભરતા રહીશોને વારંવાર મુશ્કેેલીનો સામનો કરવો પડી રહ્યો છે.