Gujarat
મહુવા ડિવિઝનના 118 કનેક્શનોમાં રૂ. 41.70 લાખની વીજચોરી ઝડપાઈ
By GS TEAM
17 Sep 20251 min read

- સતત બીજા દિવસે પીજીવીસીએલે વીજ ચેકિંગ ડ્રાઈવ
- 5 સબ ડિવિઝનના 500 થી વધારે કનેક્શનોમાં 44 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું
ભાવનગર : ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના પાલિતાણા બાદ આજે મહુવા ડિવિઝનમાં આવતા પાંચ સબ ડિવિઝન હેઠળના વીજ કનેક્શનોમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ રૂ.૪૧.૭૦ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.
ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના પાલિતાણા ડિવિઝનમાં પીજીવીસીએલ દ્વારા ૯૯ કનેક્શનોમાં કુલ રૂ.૩૨.૬૧ લાખની વીજ ચોરી ઝડપી પાડયા બાદ આજે સતત બીજા દિવસે પણ વીજ ચેકિંગ ડ્રાઈવ યથાવત્ રહી હતી. પીજીવીસીએલના મહુવા ડિવિઝન હેઠળ આવતા મહુવા રૂરલ-૧ અને ૨, મહુવા ટાઉન, જેસર તથા બગદાણા સબ ડિવિઝન હેઠળના કનેક્શનોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પીજીવીસીએલની ૪૪ ટીમો દ્વારા આજે વહેલી સવારથી ૪૮૯ રહેણાંકી તથા ૨૦ વાણિજ્ય મળી કુલ ૫૦૯ વીજ કનેક્શનોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૩ રહેણાંકી અને ૫ વાણિજ્ય મળી કુલ ૧૧૮ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૪૧.૭૦ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.








