Gujarat
મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂ. 37 લાખની વીજચોરી ઝડપાઈ
By GS TEAM
7 Mar 20261 min read

- ડિવિઝનના 5 સબ ડિવિઝનમાં ચેકિંગ
- પીજીવીસીએલની ૪૫ ટીમોનું વહેલી સવારથી ચેકિંગ, 500 થી વધારે કનેક્શન તપાસ્યા
ભાવનગર : પીજીવીસીએલની આજે ચોથા દિવસે પણ વીજ ચેકિંગ કામગીરી યથાવત્ રહી છે. ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના મહુવા ડિવિઝનના ૯૭ કનેક્શનોમાં વીજતંત્રએ કુલ રૂ.૩૭.૦૭ લાખની વીજચોરી ઝડપી પાડી કાર્યવાહી કરી છે.
ભાવનગર પીજીવીસીએલની આજે ચોથા દિવસે પણ વીજ ચેકિંગની કામગીરી યથાવત્ રહી છે. ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના મહુવા ડિવિઝનમાં પીજીવીસીએલની ૪૫ ટીમો દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડિવિઝનના બગદાણા, જેસર, મહુવા રૂલર-૨ અને ૧ તથા નેસવડ સબ ડિવિઝનના ૪૮૬ રહેણાંકી, ૩૬ વાણિજ્ય અને ૧૪ ખેતીવાડી મળી કુલ ૫૩૬ વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી ૮૭ રહેણાંકી, ૮ વાણિજ્ય અને ૨ ખેતીવાડી મળી કુલ ૯૭ કનેક્શનોમાં કુલ રૂ.૩૭.૦૭ લાખની વીજચોરી ઝડપાઈ હતી.








