Get The App

ભાવનગર જિલ્લામાં 6 દિવસમાં રૂ. 2.16 કરોડની વીજચોરી ઝડપાઈ

Updated: Feb 6th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગર જિલ્લામાં 6 દિવસમાં રૂ. 2.16 કરોડની વીજચોરી ઝડપાઈ 1 - image


- પીજીવીસીએલ દ્વારા ગત સપ્તાહમાં કોર્પોરેટ ડ્રાઈવ આયોજન કરાયું

- પોલીસ પ્રોટેક્સન સાથે કુલ 34 ટીમો દ્વારા 2100 કનેક્શન તપાસ્યા જેમાંથી 499 માં ગેરરીતિ સામે આવતા દંડાત્મક કાર્યવાહી

ભાવનગર : વીજચોરીના દુષણને ડામવા માટે પીજીવીસીએલ દ્વારા અવાર-નવાર વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત પીજીવીસીએલ દ્વારા ભાવનગર જિલ્લામાં ગત સપ્તાહે કોર્પોરેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬ દિવસમાં પીજીવીસીએલ દ્વારા ૪૯૯ કનેક્શનોમાં કુલ રૂ.૨.૧૬ કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

પીજીવીસીએલ દ્વારા વીજચોરીના દુષણને ડામવા માટે અવાર-નવાર વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત પીજીવીસીએલ દ્વારા ભાવનગર વર્તૂળ કચેરી હેઠળની વિભાગીય અને પેટા વિભાગીય કચેરી હેઠળના વીજ કનેક્શનોમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગત તા.૨૭ જાન્યુઆરીથી તા.૧લી ફેબુ્રઆરી એમ કુલ ૬ દિવસના સમયગાળા દરમિયાન પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત વીજતંત્રની કુલ ૨૫ અને પોલીસ તથા એસઆરપીની ૧૬ મળી કુલ ૩૪ ટીમો દ્વારા ભાવનગર જિલ્લામાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની ટીમો દ્વારા ૬ દિવસમાં કુલ ૨૧૦૦ વીજ કનેક્શનોની તપાસણી કરવામાં આવી હતી તેમાંથી ૪૯૯ કનેક્શનોમાં કુલ રૂ.૨.૧૬ કરોડની ગેરરીતિ ઝડપાતા વીજતંત્ર દ્વારા વીજ ચોરી કરનારા ગ્રાહકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૬ દિવસ દરમિયાન વીજતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કોર્પોરેટ ડ્રાઈવમાં સૌથી વધારે રહેણાંકી કનેક્શનોમાં વીજચોરી ઝડપાઈ હતી.

કનેક્શનની કેટેગરી પ્રમાણે ઝડપાયેલી વીજચોરી

કેટેગરી

કનેક્શન

રહેણાંકી

૪૭૦

વાણિજ્ય

૨૦

ખેતીવાડી

૦૫

સંસ્થા/ટ્રસ્ટ

૦૩

હંગામી

૦૧

કુલ

૪૯૯

Tags :