Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ

By GS TEAM
17 Feb 20261 min read
સુરેન્દ્રનગર જિલ્લાના 10 ગામમાં રૃ.17.27ની વીજ ચોરી ઝડપાઇ

વીજ લોસ ઘટાડવામાં પીજીવીસીએલના દરોડાં

૩૫ ટીમોએ ૪૭૧ રહેણાંક અને ખેતીવાડીના કનેક્શન તપાસ્યા, ૭૨માં ગેરરીતિ પકડાઇ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધીને ૨૫ ટકાથી વધુ થઈ ગયું છે. આ વીજ લોસને ડામવા માટે પીજીવીસીએલ વિભાગ દ્વારા ખેતીવાડી અને ઘર વપરાશમાં થતા ગેરકાયદે લંગરિયા દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

સોમવારના રોજ પીજીવીસીએલની ૩૫ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે લખતરના ઇન્ગ્રોડી, લીલાપુર, ભાથરીયા ગામ, દસાડાના નાવિયાણી અને ચોટીલા રાજાવાડ, થાનના મોરથળ, ધ્રાંગધ્રાના વાવડી ગામ સહિતના ૧૦ ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ ટીમોએ કુલ ૪૭૧ વીજ જોડાણોની તપાસ દરમિયાન ૭૨ કનેક્શનમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાઈ હતી. આ મામલે વીજ તંત્રએ કાર્યવાહી કરી કુલ રૃ.૧૭.૨૭ લાખનો દંડ ફટકાર્યો છે. વાણિજ્યિક અને ખેતીવાડી જોડાણોમાં થયેલી આ ચોરી બદલ ગુના દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.