જામનગરમાં 10 અસામાજિક તત્ત્વોનાં મકાનમાંથી 12 લાખની વીજચોરી ઝડપાઇ

પોલીસ અને વીજતંત્રની ટીમોના સામૂહિક દરોડા
બેડી, બેડેશ્વર, નવાગામ ઘેડ, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં મુખ્યત્વે દારૂના ધંધાર્થીઓ પર તવાઇ, વીજચોરીનાં બિલ ફટકારીને ગુના પણ દાખલ
જામનગરના સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝા ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ૪ પોલીસ ટુકડી દ્વારા બેડી-બેડેશ્વર, નવાગામ ઘેડ અને ગુલાબ નગર સહિતના વિસ્તારના વિજ તંત્રને સાથે રાખીને વીજ ચેકિંગ કરાયું હતું.
સમગ્ર દિવસ દરમિયાન ચારેય સ્થળોએ થી ચેકિંગ દરમિયાન ૧૦ બુટલેગર અથવા માથાભારે તત્વો ના રહેણાક મકાનમાંથી વિજ ચોરી પકડાઈ હતી, જેથી તેઓ સામે અલગથી વિજ ચોરી અંગેના ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓને કુલ ૧૨,૧૦,૦૦૦ ના પુરવણી બીલો આપવામાં આવ્યા છે.
જેમાં કુલ ૧૦ અસામાજિક તત્વો જોખીયા હુસેન અલીમામદ, જોખીયા બિલકીસ બશીરભાઈ, મદવાણી હારુન દાઉદભાઈ, જેતુનબેન રસીદભાઈ ચંગડા, દલ સંધી ઓસમાણ હબીબભાઈ, સુમિત્રાબેન મયુરભાઈ શિંગાળા, ધવલ સુનિલભાઈ વિપુલભાઈ, અશોકભાઈ શરદભાઈ સિંગાળા, ઇકબાલભાઇ ઉમરભાઇ નાયક, અને મંજુબેન નરશીભાઈ બાંભણીયા ને ત્યાંથી વીજ ચોરી પકડાઈ હોવાથી તમામ સામે વીજ પોલીસ મથકમાં અલગથી ગુના દાખલ કરવામાં આવ્યા છે.








