Get The App

લાલપુરના મોટા લખિયા ગામમાં વીજ ચેકિંગ દરમિયાન મીની ઓઇલ મીલમાંથી રૂપિયા 67.83 લાખની વીજ ચોરી ઝડપાઈ

Updated: Jan 30th, 2025

GS TEAM


Google News
Google News
લાલપુરના મોટા લખિયા ગામમાં વીજ ચેકિંગ દરમિયાન મીની ઓઇલ મીલમાંથી રૂપિયા 67.83 લાખની વીજ ચોરી ઝડપાઈ 1 - image


Jamnagar PGVCL : જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં આવેલી એક મીની ઓઇલમાંથી 67.83 લાખની મોટી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને મીની ઓઇલ મિલના સંચાલક સામે વીજ પોલિસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

પીજીવીસીએલની ટુકડી દ્વારા ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન મોડપર પાટિયા પાસે મેઇન રોડ પર આવેલી યદુનંદન મીની ઓઇલ મીલમાં ચેકિંગ હાથ ધરતાં તે વીજ ગ્રાહક દ્વારા વિજ થાંભલામાંથી ડાયરેક્ટ લંગરીયું વીઆઇએન જોડાણ મેળવીને 20 મીટર લાંબો વાયર મીની ઓઇલ મીલની અંદર ખેંચી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

 તેથી ઓઇલ મિલના માલિક ધરણાત નારણભાઈ કરમુર સામે જામનગરના વીજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેને 67,83,337,87 અને કંપાઉંડ ઇન્ચાર્જના 6,48,000 નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે. તેમજ તેની ઓઇલ મિલમાંથી ગેરકાયદેસર વિજ વાયર તથા મીટર વગેરે ઉતારી લેવામાં આવ્યા છે.

Tags :