Get The App

પંચમહાલ: શહેરાના ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLનો સપાટો, 131 જોડાણમાં રૂ.24.64 લાખની વીજચોરી પકડાતા ફફડાટ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
Electricity Theft


Electricity Theft in Shehera: પંચમહાલના શહેરા તાલુકાના વિવિધ ગામોમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની ટીમ દ્વારા વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. MGVCLની ટીમે શહેરાના અલગ-અલગ ગામડાંઓમાંથી 131 વિજ જોડાણોમાં કુલ 24.64 લાખની વિજ ચોરી ઝડપી પાડી છે. MGVCLએ વિજ ચોરી કરનાર સામે દંડ વસુલવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

131 જોડાણમાં રૂ.24.64 લાખની વીજચોરી પકડાતા ફફડાટ

ગોધરા વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા સબ ડિવિઝન 1 અને 2ના પાનમ-2, મહેલાણ, ખોજલવાસા, બામરોલી, ઉંમરપુર, નાથુજીના મુવાડા અને ખોડિયાર ફીડરમાં આવતા વિવિધ ગામોમાં MGVCLની ટીમો દ્વારા પોલીસને સાથે રાખી 964 જેટલાં રહેણાંક મકાનો અને દુકાનોના વિજ જોડાણોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: નસવાડીની રામાપ્રસાદી શાળામાં 'રામરાજ્ય': 53 બાળકો રઝળ્યા, 'ગુલ્લીબાજ' શિક્ષક બે દિવસથી ગાયબ

વિજ ચેકિંગની કામગીરીમાં 131 જેટલાં વિજ જોડાણોમાં ચોરી જેવી અન્ય કેટલીક ગેરરીતિ સામે આવતા અંદાજિત રૂ.24.64 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી. વિજ ચોરી કરનાર ઈસમો પાસેથી MGVCL દ્વારા દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી છે. MGVCLની આ કાર્યવાહીથી વિજ ચોરી કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.