Get The App

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પારો વધતા વીજળીનો વપરાશ વધીને 25000 મેગાવોટને પાર

Updated: Apr 11th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પારો વધતા વીજળીનો વપરાશ વધીને 25000 મેગાવોટને પાર 1 - image

Heat Wave in Gujarat: ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે ગુજરાતની વીજ માગ પણ ગરમીના પારાની જેમ જ ઝડપભેર ઉપર જઈ રહી છે. એપ્રિલ મહિનાના પહેલા 10 દિવસમાં જ ગુજરાતની વીજ માગ 25000 મેગાવોટને પાર કરી ગઈ છે.

માર્ચની સરખામણીએ એપ્રિલના પાંચ દિવસ દરમિયાન વીજ માગ 2000 મેગાવોટ કરતા વધારે રહી

સૂત્રોનું કહેવું છે કે, ગત વર્ષે ગુજરાતની સૌથી વધારે 25500 મેગાવોટ જેટલી વીજ માગ જૂન મહિનામાં નોંધાઈ હતી અને આ રેકોર્ડ એપ્રિલ મહિનામાં થોડા માટે જ તૂટતા રહી ગયો છે. આમ છતા આ જ પ્રકારની ગરમી ચાલુ રહી તો એપ્રિલ મહિનામાં જ ગુજરાતની વીજ માગ 26500 મેગાવોટ સુધી પહોંચી જવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. 

માર્ચ મહિનાના પહેલા નવ દિવસ અને એપ્રિલ મહિનાના પહેલા નવ દિવસની સરખામણી કરવામાં આવે તો એપ્રિલ મહિનાના પાંચ દિવસ એવા છે જ્યારે માર્ચ મહિનાની સરખામણીએ રાજ્યની વીજ માગ 2000 મેગાવોટ કરતા વધારે રહી છે. તેમાં પણ આઠ એપ્રિલે તો વીજ માગ વધીને 25321 મેગાવોટ પર પહોંચી ગઈ હતી.જે અત્યાર સુધીનો રેકોર્ડ  છે. તેના એક દિવસ પહેલા એટલે કે સાત એપ્રિલે પણ વીજ માગ 25283 મેગાવોટ રહી હતી.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પારો વધતા વીજળીનો વપરાશ વધીને 25000 મેગાવોટને પાર 2 - image