લીંબડીના શિવશક્તિનગર-૨માં વોલ્ટેજ ઘટવાથી વીજ ઉપકરણો બળ્યા
પાંચ
વર્ષથી સમસ્યાનો ઉકેલ નહીં આવતા રહીશોમાં આક્રોશ
રોષે
ભરાયેલા લોકોએ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી હલ્લા બોલ મચાવ્યો
લીંબડી -
લીંબડીના શિવશક્તિનગર-૨માં પાંચ વર્ષ જુની વીજ વોલ્ટેજ વધ-ઘટ
થવાની સમસ્યાનો ઉકેલ નહીં આવતા ઘરના વીજ ઉપકરણો બળી જતાં રહીશોમાં રોષ જોવા મળ્યો
હતો. રોષે ભરાયેલા લોકોએ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી હલ્લા બોલ મચાવ્યો હતો અને
સમસ્યાનું કામયી નિરાકરણ લાવવા માંગ ઉઠાવી હતી.
લીંબડી
રેલ્વે સ્ટેશન પાસે શિવ શક્તિ નગરમાં વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષથી વીજ વોલ્ટેજ
વધઘટ થતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેને લઈને સ્થાનિક રહીશો
દ્વારા પીજીવીસીએલ કચેરીના અધિકારીઓને અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા
સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો
હતો. રોષે ભરાયેલા લોકોએ પીજીવીસીએલ કચેરી ખાતે જઈને હલ્લા બોલ મચાવ્યો હતો.
સ્થાનિક
રહીશોએ જણાવ્યું હતું કે શિવ શક્તિ નગરમાં છેલ્લાં પાંચ વર્ષથી વીજ વોલ્ટેજ વધઘટ થતાં
ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વોલ્ટેજ વધઘટ થવાના કારણે
નાના બાળકોને સિનિયર સિટીઝનો તથા દર્દીઓને તકલીફો વેઠવી પડે છે. તેમજ વીજ વોલ્ટેજ વધઘટ
થતાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન સહિતના ઈલેક્ટ્રોનિક સાઘનો બળી જવાથી
ભારે નુકસાન થવા પામે છે.જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ
લાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ માંગ
ઉઠી છે.