Get The App

ચોરોએ બે દિવ્યાંગ મિત્રોની ઇલેકટ્રિક સાયકલો પણ ના છોડી,ચોરીની ફરિયાદ

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
ચોરોએ બે દિવ્યાંગ મિત્રોની ઇલેકટ્રિક સાયકલો પણ ના છોડી,ચોરીની ફરિયાદ 1 - image
symbolic
વડોદરાઃ   હરણી શહેરમાં વાહનચોરીના અનેક કિસ્સા બનતા હોય છે.જેમાં ચોરો ટ્રક,ટેન્કર,રિક્ષા,કાર કે ટુવ્હીલર જેવા વાહનો ચોરી ગયા હોવાના બનાવો નોંધાયા છે.પરંતુ હરણી વિસ્તારમાં બનેલા એક બનાવમાં ચોરો દિવ્યાંગોની બે ઇલેકટ્રિક સાયકલો ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે.

હરણીના વૈકુંઠ-૨ ખાતે રહેતા વિશાલભાઇ રાવળે પોલીસને કહ્યું હતું કે,હું અને મારા મિત્ર મો.ઇરફાન દિવ્યાંગ હોવાથી અમને સરકાર તરફથી બે ઇલેકટ્રિક સાયકલ મળી હતી.મિત્રની સાયકલ પણ હું જ વાપરતો હતો.ગઇ તા.૧૭મીએ હું મારી સાયકલ ઘર પાસેના ખાલી પ્લોટમાં પાર્ક કરીને ખંભાત એક પ્રસંગમાં ગયો હતો.મારી સાથે મારા મિત્રની સાયકલ પણ મુકેલી હતી. બીજા દિવસે પરત ફર્યો ત્યારે બંને સાયકલ ગૂમ હતી.તપાસ કરતાં આ બંને સાયકલ નહિ મળતાં આખરે હરણી પોલીસને જાણ કરી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.