FOLLOW US

પાલિતાણામાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

Updated: Nov 24th, 2022


ગત ચૂંટણીમાં ભાજપનો વિજ્ય થયો હતો, બે કોળી અને એક પટેલ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

ભાવનગર જિલ્લાની પાલિતાણા વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવા ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયા છે, કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડ છે અને આપના ઉમેદવાર ડો. જીણાભાઈ ખેની છે. પાલિતાણા વિધાનસભા બેઠક પર ગત વર્ષ ર૦૧રમાં કોંગ્રેસના પ્રવિણ રાઠોડનો વિજ્ય થયો હતો. ગત વર્ષ ર૦૧૭માં કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ રાઠોડનો પરાજ્ય થયો હતો અને ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાનો વિજ્ય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેેસે ફરી આ બંને ઉમેદવારને તક આપી છે. આ બંને ઉમેદવાર કોળી સમાજમાંથી આવે છે. આપ પાર્ટીના ઉમેદવાર પટેલ સમાજમાંથી આવે છે. બે કોળી સમાજના ઉમેદવાર અને એક પટેલ સમાજના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જીતવા ખરાખરીનો જંગ જામ્યો છે. આ બેઠકમાં આશરે ૮૪ જેટલા ગામ આવેલા છે પરંતુ ઘણી સમસ્યાઓ યથાવત છે. પાંચ વર્ષમાં ખાસ વિકાસના કામ થયા નથી તેથી ભાજપના ઉમેદવાર સામે લોકોમાં નારાજગી છે, જયારે કેટલાક લોકો વિકાસ કામથી ખુશ છે. આ બેઠક પર કોળી, પટેલ, ક્ષત્રિય, માળી, મુસ્લિમ વગેરે સમાજની સારી એવી વસતી છે અને જ્ઞાાતી સમીકરણના આધારે ઘણા મતદારો મતદાન કરતા હોય છે. બે કોળી ઉમેદવાર હોવાથી કોળી સમાજના મતમાં ભાગ પડશે, જયારે પટેલ ઉમેદવાર એક જ છે તેથી તેને ઘણા અંશે ફાયદો થવાની શકયતા છે. અન્ય સમાજ જે ઉમેદવાર સાથે રહેશે તે ઉમેદવારનો વિજ્ય થવાની શકયતા છે. જ્ઞાાતી સમીકરણ અને મુદ્દા આધારીત ચૂંટણીમાં કયાં ઉમેદવારનો વિજ્ય થાય છે ? તેની રાહ જોવી જ રહી.

Gujarat
English
Magazines