Get The App

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ 1 - image

Jamnagar Corporation : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂકો કરવામાં આવી છે.

જામનગરના વોર્ડ નંબર 1, 2, 3 અને 4 માટે ચૂંટણી અધિકારી તરીકે નાયબ કલેકટર (સ્ટેમ્પ ડ્યૂટી) અને નાયબ ચૂંટણી અધિકારી તરીકે સિટી સર્વે સુપ્રિ.2, વોર્ડ નંબર 5, 6, 7 અને 8 માટે અનુક્રમે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) અને મુખ્ય હિસાબી અધિકારી, વોર્ડ નંબર 9, 10, 11 અને 12 માટે જિલ્લા પુરવઠા અધિકારી અને સિટી સર્વે સુપ્રિ.1, તથા વોર્ડ નંબર 13, 14, 15 અને 16 માટે મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી (શહેર) તેમજ મામલતદાર (શહેર) ને જવાબદારી સોંપવામાં આવી છે.