Get The App

ચૂંટણી પંચની નવતર પહેલ : વયોવુદ્ધ અને દિવ્યાંગોને થઈ રાહત

ચૂંટણી તંત્રની ઘેરબેઠા મતદાનની નવતર પહેલ

અમદાવાદમાં 2044 વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ મતદાન કર્યું

Updated: Nov 30th, 2022

GS TEAM


Google News
Google News
ચૂંટણી પંચની નવતર પહેલ : વયોવુદ્ધ અને દિવ્યાંગોને થઈ રાહત 1 - image


અમદાવાદ, તા. 30 નવેમ્બર 2022, બુધવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પહેલા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી -2022 માં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 80 થી વધુની ઉંમરના અશક્ત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ઘેર બેઠા મતદાનની સુવિધાનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં 2121 જેટલા વયોવૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓએ પોસ્ટલ બેલેટ મતદાન માટે કલેક્ટર કચેરીમાં ઓનલાઇન અરજી કરી હતી. જેમાંથી 25 નવેમ્બરથી શરૂ થયેલ આ પહેલ અંતર્ગત 28 નવેમ્બરની સ્થિતિએ જિલ્લાના 2044 વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓએ ગુપ્તતા અને પારદર્શિતા જાળવીને સફળતાપૂર્ણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.

અસમર્થ અને દિવ્યાંગ મતદારોની સુવિધા માટે નવતર અભિગમ હાથ ધરાયો

ગુજરાત વિધાનસભાની અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ- કર્મચારીઓ અશક્ત વડીલો અને દિવ્યાંગોના ઘેર ઘેર જઈને તેમનું મતદાન મેળવી રહ્યા છે. ફોર્મ 12-D જેમણે ભર્યું હતું એવા 80 થી વધુ ઉંમરના અશક્ત વડીલો અને મતદાન માટે બૂથ સુધી જઈ શકવા અસમર્થ હોય એવા દિવ્યાંગજનોના મતદાનની કામગીરી સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી છે.

80 થી વધુની વયના 2147 વયોવૃદ્ધ અશક્ત મતદારો અને 109 દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું 

ચૂંટણી કમિશન દ્વારા ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીઓમાં 80 વર્ષથી વધુ ઉંમરના અશક્ત વડીલો, દિવ્યાંગો અને કોરોનાગ્રસ્તો માટે તેમના નિવાસ્થાને જઈને મત મેળવવાનો નવતર અભિગમ અપનાવાયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના પહેલા જ અઠવાડિયામાં 80 થી વધુની વયના 2147 વયોવૃદ્ધ અશક્ત મતદારો અને 109 દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું હતું. જેમણે ફોર્મ 12-D ભર્યા હતા એવા વડીલો તેમજ દિવ્યાંગોએ ઘેર બેઠા મતદાન કર્યું.

Tags :