Gujarat

74 લાખ ફોર્મ પરત ન આવતા ચૂંટણી પંચ ઊંધા માથે, બોગસ મતદારોના આરોપના ભયે સરકાર દબાણ હેઠળ

By GS TEAM
12 Dec 20251 min read
TukuTouch Logo
ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશની ડેડલાઈન વધારવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પરત નહીં આવેલા 74.66 લાખથી વધારે ફોર્મનો તાળો મેળવવા માટે ચૂંટણી તંત્ર હવે ઊંધા માથે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

74 લાખ ફોર્મ પરત ન આવતા ચૂંટણી પંચ ઊંધા માથે, બોગસ મતદારોના આરોપના ભયે સરકાર દબાણ હેઠળ
(FILE PHOTO)

74 Lakh Forms unreturned Bogus Voters: ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશની ડેડલાઈન વધારવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પરત નહીં આવેલા 74.66 લાખથી વધારે ફોર્મનો તાળો મેળવવા માટે ચૂંટણી તંત્ર હવે ઊંધા માથે થશે.

SIR કાર્યવાહી: 74.66 લાખ ફોર્મ પરત ન આવ્યા

ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી એસઆઈઆરની કાર્યવાહી દરમિયાન 74.66 લાખ ફોર્મ પરત આવ્યા નથી. 2002 અને 2025ની યાદીમાં 60.12 લાખ ફોર્મ મેચ થઈ રહ્યા નથી. 2.09 કરોડ મતદારોના નામ તેમના દાદા-દાદી સાથે મેચ થયા છે. જ્યારે 1.63 કરોડ મતદારોના ફોર્મ બંને યાદી સાથે સીધા જ મેચ થયા છે. 

ફોર્મ ભરવાની મુદત 14 ડિસેમ્બર સુધી લંબાવાઈ

કેટલાક સમયથી બોગસ મતદારોનો મુદ્દો ચર્ચાની એરણે છે. ત્યારે પરત નહીં આવેલા 74.66 લાખ ફોર્મ બાબતે બોગસ મતદારોનો આક્ષેપ ઉઠવાના ભયથી સરકારના દબાણ હેઠળ ફોર્મ ભરવાની મુદ્દત વધારીને 14 ડિસેમ્બર સુધીની કરવામાં આવી હોવાની ચર્ચા છે. 

આ પણ વાંચો: ગુજરાતને અન્યાય : કેન્દ્રએ 'કંજૂસી' બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો

બોગસ મતદાર આક્ષેપના ભયે આંકડા પર અસર

વધારાના મળેલા આ સમય દરમિયાન ચૂંટણી તંત્ર વધુમાં વધુ ફોર્મ પરત મેળવવા આકાશ-પાતાળ એક કરી દેશે. ત્યારે બાદ 19 ડિસેમ્બરે જાહેર 74.66 લાખ ફોર્મ બાબતે બોગસ મતદારોનો આક્ષેપ ઉઠવાના ભયથી થનારી ડ્રાફ્ટ યાદીમાં પરત નહીં આવેલા ફોર્મનો આંકડો ખુબ ઓછો થઈ જશે.