Get The App

ચૂંટણી જંગ : સરપંચ, વોર્ડ સદસ્યોને ચૂંટણી આયોગ દ્વારા 146 પ્રતિકની ફાળવણી કરાઈ

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
ચૂંટણી જંગ : સરપંચ, વોર્ડ સદસ્યોને ચૂંટણી આયોગ દ્વારા 146 પ્રતિકની ફાળવણી કરાઈ 1 - image


- લીલું મરચું, દ્રાક્ષ, આદુ, હેલમેટ, ઈસ્ત્રી, આઈસ્ક્રીમ જેવા પ્રતિકથી ચૂંટણી લડાશે

- સરપંચ અને વોર્ડની પેનલોમાં સમાન પ્રતિક મેળવવા મુશ્કેલ થશે, મામલો પેચીદો બનવાની દહેશત

અમદાવાદ : આણંદ અને ખેડાની ૫૩૨ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. 

ગ્રા.પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાના આજે છેલ્લાં દિવસે ચિત્ર સ્પષ્ટ થઇ જશે

બુધવારે બપોરે ૩-૦૦ કલાક સુધીમાં ચૂંટણી ચિત્ર તમામ ૪૭ તાલુકાઓમાં સ્પષ્ટ થઈ જશે અને એ સાથે જ ચૂંટણી લડતા સરપંચ, વોર્ડ સદસ્યોને ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલા ૧૪૬ પ્રતિકમાંથી ફાળવણી કરવામાં આવશે. 

સરપંચ અને વોર્ડની પેનલોમાં સમાન પ્રતિક મેળવવા મુશ્કેલ થઈ શકે છે જેથી કેટલાક ચૂંટણી અધિકારી સમક્ષ મામલો બુધવાર બપોર પછી પેચિદો બનવાની સંભાવના છે. ચૂંટણીપંચે દ્રાક્ષ, ઝેકફ્રૂટ, આદુ, સીમલામીર્ચ, હેલ્મેટ, સોફા, ઈસ્ત્રી, આઈસ્ક્રીમ જેવા ચૂંટણી પ્રતિક ફાળવવાનો નિર્ણય કર્યો છે.

મળતી જાણકારી અનુસાર ગ્રામ પંચાયતોના ચૂંટણી જંગ માટે આગામી ૩ દિવસ મહત્વના રહેશે. સરપંચ પદની ચૂંટણી લડતા ઉમેદવારો અનેક તેમના હરીફોને શામ, દામ, દંડથી ઉમેદવારીપત્ર પરત ખેંચી લે અથવા પછીથી ટેકો જાહેર કરે તે પ્રકારના પેંતરા રચી શકે છે.

આણંદ-૨૫૯ અને ખેડા-૨૭૩, ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે. જ્યારે અન્ય પંચાયતોમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી ચિત્ર તા.૧૧ જૂનના રોજ સ્પષ્ટ થયા પછી ઉમેદવારોને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલા ચૂંટણી ચિન્હની ફાળવણી થશે. જેથી ચૂંટણી લડતા ઉમેદવારો ૧૪૬ પ્રતિકોમાંથી કયા પ્રતિક સાથે મતદારો સમક્ષ જાય છે તેના ઉપર સ્થાનિક ગામડાની પ્રજાની મીટ મંડાઈ છે.

Tags :