Get The App

જામનગરની 187 ગ્રા.પં.ની કાલે ચૂંટણીઃ 4.42 લાખથી વધુ મતદારો મતદાન કરશેે

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરની 187 ગ્રા.પં.ની કાલે ચૂંટણીઃ 4.42 લાખથી વધુ મતદારો મતદાન કરશેે 1 - image


ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

6 તાલુકાના 426 મતદાન મથકે 2244 જેટલા સ્ટાફને ફરજ સોંપાઇઃ મોરબી જિલ્લામાં 40 ગામોમાં મતદાન યોજાશે 

જામનગર,મોરબી: જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા તાલુકાઓની   ગ્રામ પંચાયતોમાં ૧૭૪ની સામાન્ય, ૬ની વિભાજન, ૧નીમધ્યસત્ર તથા ૬નીપેટા ચૂંટણી એમ કુલ ૧૮૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તા.૨૨ના મતદાન થશે.જામનગર જિલ્લામાં કુલ ૬૦ ગ્રામ પંચાયતો સંપૂર્ણ સમરસ થયેલ છે. તા. ૨૫ના મતગણતરી થશે.

ગ્રામ પંચાયતોની સરપંચ તથા વોર્ડની બેઠક માટે અંદાજીત ૨,૨૬,૩૮૬ પુરુષ મતદારો તથા ૨,૧૬,૧૭૮ ી મતદારો મળી કુલ ૪,૪૨,૫૭૭ મતદારો મતદાન કરશે. મતદાનનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજના ૬વાગ્યા સુધી નક્કી કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના કુલ ૪૨૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૦૧ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે કુલ ૫૮ ઝોનલ રૂટ નક્કી કરવામાં આવેલ છે. જેમાં રિઝર્વ સહિત ૬૯ ઝોનલ/મદદનીશ ઝોનલની નિમણૂક કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં૬ તાલુકાના ૪૨૬ મતદાન મથક ખાતે કુલ ૨૨૪૪ જેટલા સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવેલ છે. મત ગણતરી કેન્દ્ર ખાતે કુલ ૩૪૦ સ્ટાફને મત ગણતરી ફરજ સોંપવામાં આવનાર છે. ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોના મતદાન મથકો ખાતે તથા સ્ટ્રોંગરૂમ તેમજ મત ગણતરી કેન્દ્ર ખાતે પોલીસ ફોર્સ તથા હોમગાર્ડ મળી આશરે ૧૯૧૫ જવાન તૈનાત કરવામાં આવશે. 

મોરબી જિલ્લાના ૪૦ ગામોમાં રવિવારે ગ્રામ પંચાયત ચુંટણી માટે મતદાન યોજાશે. જેમાં ૨૭ ગામોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીી, ૫ ગામોમાં સરપંચ પેટા ચૂંટણી, ૪ ગામોમાં સરપંચ અને વોર્ડ પેટા ચૂંટણી તેમજ ૪ ગામોમાં વોર્ડ પેટા ચૂંટણીમાટે મતદાન કરવામાં આવશે. કુલ ૭૯ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.જેમાં ૪૦ જેટલા સંવેદનશીલની કેટેગરીમાં સામેલ છે.વાંકાનેર તાલુકામાં ૩૪, માળિયા તાલુકામાં ૩, હળવદ તાલુકામાં ૧૩, ટંકારા તાલુકામાં ૬ અને મોરબી તાલુકામાં ૨૩ મતદાન મથકો પર મતદાન થશે. ગ્રામ પંચાયત ચૂંટણી માટે કુલ ૩૭૭ પોલીંગ સ્ટાફ કાર્યરત રહેશે. અને ૧૧૩ જેટલો સ્ટાફ રીઝર્વ રાખવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં ૨૭ ગામોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી, ૫ ગામોમાં સરપંચની પેટા ચૂંટણી, ૪ ગામોમાં સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી, ૪ ગામોમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાશે.


Tags :