Gujarat
દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો
By GS TEAM
10 Aug 20251 min read

વડોદરા,દંતેશ્વરમાં રિક્ષા ચાલકને ધીરે રિક્ષા ચલાવવાનું કહેતા તેણે હુમલો કર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દંતેશ્વર અનુપમ નગરમાં રહેતા ૬૫ વર્ષના કમળાબેન ઠાકુરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું મારી દીકરી સાથે ઘરના ઓટલા પર બેઠી હતી. તે દરમિયાન એક રિક્ષા ચાલકે અમારા ઘરની બાજુમાં પાર્ક કરેલી રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. જેથી, મેં તે રિક્ષા ચાલકને કહ્યું કે, આવી રીતે રિક્ષા ના ચલાવાય. નાના છોકરાઓ અહીંયા રમતા હોય છે. મારો દીકરો અજય પણ તેને કહેવા ગયો હતો. રિક્ષા ચાલકે ઉશ્કેરાઇને અમારી સાથે ઝઘડો કરી મારા દીકરા સાથે ઝપાઝપી કરી હતી.રિક્ષાવાળાના દીકરાએ આવીને મને ધક્કો મારી નીચે પાડી દઇ પથ્થરથી હુમલો કર્યો હતો.









