- હાંસલપુર જીઆઇડીસી નજીક અકસ્માત
- અકસ્માત સર્જી બાઇક ચાલક ફરાર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વિરમગામ : વિરમગામ હાસલપુર જીઆઇડીસીમાં કારખાનાની બહાર બાઈક ચાલે કે ટક્કર મારતા વૃદ્ધને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.
હાંસલપુર જીઆઇડીસીમાં આવેલા ધૃવિલ સ્ટીલ કારખાનાની બહાર બાઈક ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી હંકારી ચાલીને જતા ભાવુભાઈ ઠાકોર સાથે ભટકાડી ટક્કર મારતા માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફત સારવાર અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ બાદમાં અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન હતું. બાઈક ચાલક સામે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં મરણ જનારના પુત્ર જીતેન્દ્ર બાબુભાઈ ઠાકોર રહે ફૂલવાડી ગામ વાળા ફરિયાદ નોંધાવી છે.


