Gujarat

થોરાળા ગામના પાટિયા પાસે અકસ્મામાં વૃદ્ધનું મોત

By GS TEAM
26 Nov 20251 min read
થોરાળા ગામના પાટિયા પાસે અકસ્મામાં વૃદ્ધનું મોત

- ખુટવડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

- મહેમાનને આસરાણા ચોકડીએ ઉતારીને પરત આવતા હતા ત્યારે અકસ્માત નડયો

ભાવનગર : મહુવા તાલુકાના થોરાળા ગામના પાટીયા પાસે અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજ્યું છે. બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા તાલુકાના થોરાળા ગામે વીરાભાઈ હમીરભાઈ હડીયાના ખેતરમાં મજુરી કામ કરતા પરબતભાઈ કરણાભાઈ નંદાણીયા (ઉ.વ.૭૦) ગત રોજ સાંજના સમયે પોતાના જીજે-૦૪-એજી-૫૦૬૮ નંબરનું બાઈક લઈને આસરાણા ચોકડીએ મહેમાનને મુકીને પરત થોરાળા આવી રહ્યાં હતા ત્યારે થોરાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે જેસર મોટા ખુટવડા રોડ પર જેસર તરફથી આવતા એક લાલ કલરના અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈક સાથે અકસ્માત સર્જી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી વાહન લઈ નાસી છૂટયો હતો. જે બાદ તેમને ૧૦૮માં સારવાર માટે ખુટવડા સરકારી દવાખાને ખસેડવામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે મૃતકના ભાઈ હરદાસભાઈ કરણાભાઈ નંદાણીયાએ ખુટવડા પોલીસ મથકમાં લાલ કલરના આઈસરના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.