Gujarat
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત
By GS TEAM
11 Apr 20261 min read

વડોદરા,દુમાડ બ્રિજ નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટક્કર મારીને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત થયું હતું.
શહેર નજીકના દુમાડ ગામે ઠાકોર ફળિયામાં રહેતા અને ખેત મજૂરી કરતા પરિવારના શંકરભાઇ શંભુભાઇ ઠાકોર ( ઉં.વ.૭૯) ગત તા. ૯ મી એ શંકરભાઇ ઘરેથી એકલા નર્મદા પરિક્રમા કરવા ગયા હતા. બીજે દિવસે પરિક્રમા પૂરી કરીને તેઓ બસમાં બેસીને પરત આવતા હતા. દુમાડ બ્રિજ નીચે જય અંબે હોટલની સામે અમદાવાદથી સુરત તરફ જવાના સર્વિસ રોડ પર ઉતર્યા હતા. તેઓને દુમાડ બ્રિજ નીચે થઇ સાવલી રોડ તરફ જવાનું હોઇ તેઓ રોડ ક્રોસ કરતા હતા. રાત્રે ૧૧ વાગ્યે અજાણ્યા વાહનચાલકે તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. સમા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.








