Get The App

વડોદરા: અનગઢ ગામમાં 4.415 કિલો પોશ ડોડા સાથે વૃદ્ધ ઝડપાયો

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા: અનગઢ ગામમાં 4.415 કિલો પોશ ડોડા સાથે વૃદ્ધ  ઝડપાયો 1 - image

નંદેસરી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે,અનગઢ ગામ બસ સ્ટેન્ડ પાસે  પરમાર ફળિયામાં રહેતા ચંદુભાઇ સામંતભાઇ પરમાર (ઉં.વ.73) પોતાના ઘરે પોશ ડોડાનું વેચાણ કરે છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ચંદુભાઇ મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી પોશ ડોડાનો 4.415 કિલો વજનનો જથ્થો કિંમત રુપિયા 66,225નો કબજે કર્યો હતો. તેના પાસેથી વજન કાંટો તથા મોબાઇલ ફોન પણ મળી આવતા પોલીસે કબજે લીધા હતા. પોલીસે તેની પાસેથી કુલ રૂપિયા 67,225નો મુદ્દામાલ કબજે કર્યો છે.