જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બાઇક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર સિક્કાનું વૃદ્ધ દંપત્તિ ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર તાલુકાના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા જીવાભાઇ ભુરાભાઈ જાદવ નામના 62 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગત 4 તારીખે સાંજે 6.30 વાગ્યાના અરસામાં પોતાના બાઈક ઉપર પત્ની મંજુબહેન (60 વર્ષ)ને પાછળ બેસાડીને જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક અજ્ઞાત રીક્ષાના ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈક સવાર દંપત્તિ જીવાભાઈ અને મંજુબેન બંને ઈજાગ્રસ્ત બન્યા હતા. જેઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખશેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કાના એ.એસ.આઇ. ચંદ્રસિંહ પરમાર તેઓની ટીમ સાથે સૌ પ્રથમ બનાવના સ્થળે અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા ત્યાં ઇજાગ્રસ્ત બાઈક સવાર જીવાભાઈ જાદવની ફરિયાદના આધારે અજાણ્યા રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.








