Get The App

વડોદરામાં એકતા યાત્રા ઇફેક્ટ : મહાનુભાવોના પ્રવેશ પ્રસંગે રોડ-રસ્તા બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં એકતા યાત્રા ઇફેક્ટ : મહાનુભાવોના પ્રવેશ પ્રસંગે રોડ-રસ્તા બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી 1 - image

image : File photo

Vadodara : સરદાર પટેલની 150મી જન્મ જયંતી પ્રસંગે કરમસદથી યોજાયેલી રાષ્ટ્રીય પદયાત્રા આજે વડોદરા જિલ્લામાં પ્રવેશ કરશે પરંતુ રાષ્ટ્રીય પદયાત્રા સંદર્ભે શહેરમાં VVIPઓની અવરજવર વધી ગઈ છે. વિવિધ મુખ્ય જાહેર માર્ગો પરથી પસાર થનારા આવા વીવીઆઈપીઓ માટે તંત્ર દ્વારા રોડ રસ્તા બંધ કરી દેવાતા હોવાના કારણે જુદા જુદા માર્ગો પરથી સ્કૂલે જતા બાળકો વારંવાર અટવાયા કરે છે. બાળકોને લઈને જતી સ્કૂલ વાન જુદા જુદા રસ્તેથી ફરીને નિયત સમય કરતા સ્કૂલે મોડી પહોંચતી હોવાના કારણે બાળકો શાળાએ મોડા પડતા હોવાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરમસદથી એકતા નગર કેવડીયા કોલોની સુધી કરાયું છે. આ પદયાત્રા આજે વડોદરા જિલ્લામાં સિંધરોટ ખાતે 11.30 વાગ્યાના સુમારે થઈને સેવાસી ખાતે બપોર બાદ 4.40 વાગ્યે પહોંચશે. 

પરંતુ પદયાત્રા સંદર્ભે વડોદરામાં વિવિધ મહાનુભાવો વીવીઆઈપીઓનું એડવાન્સમાં આગમન થઈ રહ્યું છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારના રોડ રસ્તા મહાનુભાવોના આગમન સમયે બંધ કરી દેવાય છે. પરિણામે શાળાએ સ્કૂલ વાનમાં જતા વિદ્યાર્થીઓ રોડ રસ્તા અચાનક બંધ કરી દેવાય છે પરિણામે બાળકો શાળાએ જતા અટવાય છે અને સ્કૂલ વાન પણ વિવિધ રોડ રસ્તા પર ફરીને શાળાએ મોડી પહોંચે છે પરિણામે બાળકો પણ શાળામાં મોડા પડતા હોય છે. આમ પદયાત્રા અગાઉ વડોદરામાં મહાનુભાવોનું આગમન થતાં વિવિધ રસ્તા બંધ કરી દેવાતા શાળાએ જતા બાળકો હેરાન પરેશાન થઈ ગયા છે. જોકે આ હેરાનગતિ હજી બે દિવસ સુધી સતત રહેશે. પદયાત્રા શહેરના વિવિધ રોડ રસ્તા પરથી પસાર થતાં તંત્રને આવા રોડ રસ્તા લાંબા સમય સુધી અચૂક બંધ કરવાની પણ નોબત આવશે.