એ.એમ.સીના ડમ્પર ટાયર નીચે કચડાતા યુવકનું મોત
પોલીસ લાઇન પાસે બનેલી કરુણ ઘટના
ડ્રાઇવર પીધેલો હોવાનો આક્ષેપ ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ, શુક્રવાર
સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્મતમાં મોતના બનાવો વધારો થઇ રહ્યો છે. દાણીલીમડામાં રહેતો યુવક ગઇકાલે રાતે મોપેડ લઇને દવા લેવા માટે જઇ રહ્યો હતો ત્યારે દાણીલીમડા પોલીસ લાઇન પાસે પૂર ઝડપે આવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારી હતી જેના કારણે ડમ્પરના ટાયર નીચે કચડાતાં યુવકનું સ્થળ ઉપર કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ ડમ્પર મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ ડ્રાઇવર દારુ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
યુવક દવા લેવા જતો હતો પૂર ઝડપે આવેલા ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતાં સ્થળ ઉપર મોત ઃ ડ્રાઇવર પીધેલો હોવાનો આક્ષેપ ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દાણીલીમડા વિસ્તારમાં રહેતા આધેડે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની પત્નીને ડાયાબીટીશની તકલીફ હોવાથી તેમનો ૨૦ વર્ષનો દિકરો મોપેડ લઇને દવા લેવા માટે ગયો હતો. જ્યાં દાણીલીમડા પોલીસ લાઇન પાસેથી પસાર થતો હતો ત્યારે પૂર ઝડપે આવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારી હતી જેના કારણે યુવક રોડ ઉપર પટકાયો હતો અને ઉછળીને ડમ્પરના ટાયર નીચે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઈજાથી ટાયર નીચે કચડાતાં યુવકનું સ્થળ ઉપર કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ લોકો એકઠા થતાં ડમ્પર મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ ડ્રાઇવર દારુ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છ.ે