Get The App

સરસપુરમાં મધરાતે યુવકનું અપહરણ કરી તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા

દિકરી રડતી હોવાથી યુવક શારદાબહેન હોસ્પિટલ સામે બિસ્કીટ લેવા ગયો હતો

સવારે વોરા રોજા પાસે પાણીની પરબ ઉપરથી મૃતદેહ મળ્યો

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
સરસપુરમાં મધરાતે યુવકનું અપહરણ કરી તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા 1 - image


અમદાવાદ, શુક્રવાર

સરપુરમાં અગમ્ય કારણોસર યુવકનું અપહરણ કરીને મારા મારી કરીને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં  રાતે દિકરી રડતી હોવીથી યુવક શારદાબહેન હોસ્પિટલ સામે બિસ્કીટ લેવા માટે ગયો હતો. જ્યાંથી અપહરણ કરીને માર મારીને હત્યા કરી હતી. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે અજાણ્યા છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.

પરિવારના સભ્યોએ આખી રાત શોધખોળ કરી સવારે વોરા રોજા પાસે પાણીની પરબ ઉપરથી મૃતદેહ મળ્યો શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરી કરી

સરસપુરમાં શારદાબહેન હોસ્પિટલ સામે રહેતા મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં છ અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ છુટકમાં કેટરર્સનું કામ કરતા હતા. તા. ૩ના રોજ તેમની પુત્રી રડતી હોવાથી તેઓ શારદાબેન હોસ્પિટલની સામે આવેલ ચાની કીટલી પર ચા અને બિસ્કીટ લેવા ગયા હતા. મોડી રાતે જેઠાણીએ આવીને કહ્યુ કે તમારા પતિને કેટલાક લોકો રિક્ષામાં નાખીને લઇ ગયા છે. 

જેથી ફરિયાદી મહિલા પરિવારજનો સાથે ત્યાં પહોચ્યા હતા પરંતુ પતિ મળી આવ્યા ન હતા. ત્યાથી નાસ્તાની લારી ધરાવતા યુવકે જણાવ્યું કે તેઓ સાફ સફાઇ કરતા હતા તે સમયે છ શખ્સો આવ્યા હતા અને નાસ્તો માંગતા તેઓએ ના પાડી હતી. જેથી છ શખ્સો પાર્લરના ઓટલા પર બેસીને સિગારેટ પીતા હતા. દરમિયાન યુવક ત્યાં આવ્યા હતા અને શખ્સો સાથે વાતો કરતા હતા અને જાતજોતામાં અંદરો અંદર  ઝઘડો થતા છ શખ્સો યુવકને માર મારીને રિક્ષામાં અપહરણ કરીને મીઠાપાણીના દરવાજા તરફ નાસી ગયા હતા. સવારે વોરાના રોજા પાણીની પરબ  ઉપર લાશ પર પડેલ હતી. 


Tags :