અમરાઇવાડીમાં પાઇપ,ચાકુથી હુમલો કરતા યુવક લોહી લુહાણ
આઠ મહિના પહેલા મારા મારી થયેલી તેની અદાવત રાખીને ઘાતક હુમલો કર્યો
ઉપરા છાપરી ચાકુના ઘા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી
અમદાવાદ, મંગળવાર
અમરાઇવાડીમાં અગાઉ થયેલી તકરારની અદાવત રાખીને પોલીસ કેસ પાછો ખેચવાનું યુવકને કોલર પકડીને નીચે પાડયો હતો અને ઢોર માર મારીને પેટમાં પાઇપ માર્યા બાદ ઉપરા છાપરી ચાકુના ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો લોકોના ટોળા ભેગા થતાં આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માસીના ઘરે જતા યુવકને રોકી કોલર પકડીને નીચે પાડીને પેટમાં પાઇપ માર્યા બાદ ઉપરા છાપરી ચાકુના ઘા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી
અમરાઇવાડીમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આઠ મહિના પહેલા ફરિયાદીના મોટાભાઇ સાથે સામે જોવા બાબતે તકરાર બાદ મારા મારી થઇ હતી જે અંગે પોલીસ ફરિયાદ થઇ હતી જેની અદાવત રાખીને અવાર નવાર તકરાર કરતા હતા.
તા. ૨૨ના રોજ ફરિયાદી મોપેડ લઇને માસીના ઘરે જતો હતો આ સમયે ભીલવાડા પાસે આરોપીઓ યુવકને રોકીને કોલર પકડીને વાહન ઉપરથી નીચે પાડયો હતો અને મારામારી કરીને પેટમાં પાઇપ માર્યા પછી ઉપરા છાપરી ચાકુના ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો લોકોના ટોળા ભેગા થતાં આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.