Get The App

વિધિ કરવાના બહાને ભુવા રૃા. ૫.૯૦ લાખના સોનાના દાગી પડાવ્યા

સ્મશાનમાં સોનાના દાગીના ભરેલ પોટલી લઇ ગયો લીંબુ પથ્થર ભરેલ પોટલી પકડાવી

વસ્ત્રાલમાં ૩૭ દિવસ બાદ પોટલી ખોલવાનું ભુવાએ કહ્યું

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News

અમદાવાદ,શનિવાર વિધિ કરવાના બહાને ભુવા રૃા. ૫.૯૦ લાખના સોનાના દાગી પડાવ્યા 1 - image

૨૧ મી સદીમાં પણ અંધશ્રધ્ધામાં લોકો ડૂબેલા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વસ્ત્રાલમાં રહેતા વેપારીની દીકરીને શ્વાસ લેવામાં અને પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. પરિવાર અંધશ્રદ્ધામાં ડૂબેલો હોવાથી ગોતાના ભુવાજીના ચક્કરમાં ફસાયા અને ભુવાએ વિધિ કરવાના બહાને કુલ રૃા.૫.૯૦ લાખના દાગીનાની લઈને લીંબુ અને પથ્થરથી ભરેલી પોટલી આપીને ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ભુવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલમાં ૩૭ દિવસ બાદ પોટલી ખોલવાનું ભુવાએ કહ્યું મકાનની બારીમાં બાંધેલ પોટલી પડી જતા અને માંડલ પોલીસ સ્ટેશનમાં કૌભાંડ બહાર  આવ્યુ

 વસ્ત્રાલમાં રહેતા યુવકે  રામોલ પોલીસ સ્ટેશનમાં ગોતા પાસે વંદેમારતમ રોડ ઉપર વંદેમાતરમ  પ્રાઇમ ખાતે રહેતા ચન્દ્રકાન્ત પંચાલ ભુવાજી ઉર્ફે બાપજી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રીને શ્વાસ લેવામાં અને પેટમાં દુઃખાવાની તકલીફ ઘણાં લાંબા સમયથી રહેતી હતી, દવા કરાવી પરંતુ સફળતા મળતી ન હતી તેથી જમાઈના મિત્રે ગોતામાં રહેતા ભુવા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ ભુવાએ વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. માર્ચ મહિનામાં ભુવાજીએ ફરિયાદીની દીકરીની સાસરીમાં વિધિ કરી અને જામીન તરીકે સોનાના દાગીનાની પોટલી બંધાવી હતી. 

ત્યારબાદ એપ્રિલ મહિનામાં ફરિયાદીના ઘરે અને ગામડે જઈને વિધી કરી ત્યારે પણ સોનાના દાગીના જામીન તરીકે મુકવીને તેની પોટલી વાળીને રૃમના દરવાજા બંધાવી હતી. બાદમાં ભુવાજીએ બંને પોટલીઓ લઈને ચાંદલોડિયા તળાવ પાસે ફરિયાદી અને તેમના જમાઈને બોલાવ્યા અને સ્મશાનમાં વિધિ કરવા જાઉં છું કહીને રૃા. ૫.૯૦ લાખના દાગીનાથી ભરેલી બંને પોટલીઓ લઈને ભુવાજી સ્મશાનમાં ગયા અને થોડીવાર બાદ પરત આવીને ફરિયાદી અને તેમના જમાઈને પોટલીઓ આપી દીધી અને આ પોટલીઓ બારી પર બાંધીને રાખજો જો ખોલશો તો દુઃખ વધી જશે અને ૩૭ દિવસ બાદ મને ફોન કર્યા બાદ આ પોટલીઓ ખોલજો તેમ જણાવ્યું હતું. અંધશ્રધામાં ગળાડૂબ સસરા અને જમાઈએ ભુવાજીની વાત માનીને પોટલીઓ ખોલી નહોતી જો કે અચાનક નીચે પડી જતા તેમાંથી પથ્થરા અને લીંબુ નીકળ્યા હતા.  ત્યારબાદ જમાઇએ ભુવાજીને ફોન કરતા નંબર બંધ આવતો હતો. તપાસ કરતા ભુવાની માંડલ પોલીસે ધરપકડ થઇ હોવાની જાણ થઇ હતી.


Tags :