અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું
વસ્ત્રાલમાં જાહેરમાં મોબાઇલમાં કોલ સેન્ટર ચલાવતા એકની ધરપકડ, ત્રણ ફરાર
મોબાઇલમાં પાંચ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને અમેરિકન સહિત વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતા
અમદાવાદ,મંગળવાર
વસ્ત્રાલમાં જાહેરે રોડ ઉપર બેસીને અમેરિકા સહિત વિદેશી નાગરિકોને ઓછા વ્યાજે પર્સનલ લોન આપવાની લાલચ આપીને રૃપિયા પડાવતું હતું હરતું ફરતું કોલ સેન્ટર પોલીસે પકડી પાડયુ છે. મોબાઈલ ફોનમાં અલગ અગલ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને વિદેશી નાગરિકોને ફોન કરીને ફાઇનાન્સ કંપનીમાંથી બોલીએ છીએ, ઓછા વ્યાજદરે પર્સનલ લોન આપવાની લાલચ આપતા હતા અને પ્રોસેસિંગ ફીના પેટે ૫૦થી ૨૦૦ ડોલર પડાવતા હતા. તેમજ વોલમાર્ટમાંથી લોનનું કાર્ડ મળી જશે કહીને ઠગાઈ કરતા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોધીને એક આરોપીની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.
ગેરકાયદે ડેટા લીડ મેળવીને મોબાઇલમાં પાંચ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરીને અમેરિકન સહિત વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરતા
રામોલ પોલીસ પેટ્રોલિંગમાંહતી ત્યારે ચોક્કસ બાતમી આધારે વસ્ત્રાલમાં મહાવેદનગર પાસે દુર્ગાપાર્ક સોસાયટીના નાકે એક યુવક મોબાઇલમાં અલગ અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પ્રોફેશનલ કોલર અને ક્લોઝર બનીને વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને છેતરે છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને યુવકને ઝડપીને તેનો મોબાઇલ ફોન ચેક કરતા તેના ત્રણ મિત્રો સાથે મળીને જાહેરમાં કોલ સેન્ટર ચલાવતા હતા જ્યારે મોબાઈલ ફોનમાં અલગ અલગ પાંચથી વધુ એપ્લીકેશનો ઇન્સ્ટોલ કરીને અમેરિકાના સહિત વિદેશી નાગરિકોને ઓછા વ્યાજે લોન આપવાની લાલચ આપીને પ્રોસેસ ફી પેટે ૫૦૦ જેટલા ડોલરમાં રૃપિયા પડાવતો હતા તેમજ વોલમાર્ટમાંથી લોનનું કાર્ડ મળી રહેશે તેમ કહીને કોલ કાપી નાંખતા હતા.