ઇસનપુર પોલીસે સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો
આર્થિક સંકડામણના કારણે પરિવારના સભ્યો રિવરફ્રન્ટ ઉપર આપઘાત કરવા ગયો
બેન્ક લોન, બાળકોની ફી ભરી લાખો રૃપિયાની મદદ કરી જીવનની ગાડી પાટે ચડાવી
અમદાવાદ, બુધવાર
આર્થિક સંકડામણના કારણે ઇસનપુરમાં રહેતો શ્રમજીવી આખો પરિવાર સાબરતમી રિવરફ્રન્ટ ઉપર આપઘાત કરવા પહોચ્યો હતો. આ બનાવની જાણ થતાં ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે ગયેલા પરીવારજનોને શોધી કાઢીને આખા પરીવારને સામુહિક આત્મહતા કરતા પહેલા બચાવી લીધો હતો તેમના ઉપર વધી ગયેલ લાખો રૃપિાયનું દેવું અને બાળકોની સ્કૂલ ફી પોલીસ અધિકારીઓ તથા સામાજિક આગેવાનોની મદદથી ભરપાઈ કરી જીવનની ગાડી પાટે ચડાવી હોવાનો અનોખો કિસ્સો પ્રકાશમંાં આવ્યો છે.
ઇસનપુરના પોલીસ અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનોની મદદથી બેન્ક લોન, બાળકોની ફી ભરી લાખો રૃપિયાની મદદ કરી જીવનની ગાડી પાટે ચડાવી
ઇસનપુર પોલીસ સ્ટેશન રહેતા યુવકને બેન્ક લોન સહીત દેવુ વધી ગયું હતું જેને લઇને આથક સંકડામણના કારણે તેઓ પરિવાર સાથે આત્મહત્યા કરવા સાબરમતી રીવરફન્ટ ગયા હોવાની પોલીસને માહિતી મળી હતી જેને લઇને ઇસનપુર પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલા પરીવારના ચાર વ્યકિતને શોધી કાઢયો હતો અને સામુહીક આત્મહત્યા કરતા પહેલા બચાવી લઇને પરિવારનો માળો વિખાય જતાં બચાવ્યો હતો.
ઈસનપુર દ્વારા આથક સંકડામણનો સામનો કરતા પરીવારને તેના પિતા સાથે બોલાવી જે ડિવિઝન ડીસીપી પ્રદીપસિંહ જાડેજા તથા ઇસનપુર પીઆઈ બી.એસ.જાડેજા સહિતના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પરીવારને પોતાની જિંદગી અમૂલ્ય હોઈ, મનુંષ્ય જીવન ફરી ફરીને મળતું ના હોય, સામાન્ય પ્રશ્નના કારણે આત્મહત્યા કરવીએ નિરાકારણ નહી હોવાની સમજ આપીને કેટલું દેવુ છે પૂછપરછ કરતાં બેંકમાં પાંચ લાખ, રિક્ષા ઉપર એક લાખ તેમજ પોતાના સંબંધીઓ પાસેથી રૃપિયા મળી કુલ સાત આઠ લાખનું દેવું હોવાની વિગત જાણવા મળી હતી. જેને લઇને પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા તેમના જીવનની ગાડી પાટે ચડાવવા માટે શરૃઆતમાં દાતાઓ શોધીને બાળકોની આશરે રૃા. ૩૦ હજાર ફી તાત્કાલિક ભરી દેવામાં આવી અને પોલીસ કમિશનર દ્વારા પણ આથક મદદ કરવામાં આવેલી હતી. ઉપરાંત સામાજિક આગેવાનોની મદદથી પાંચ લાખ જેટલું કરજ આપવામાં હતું. બે લાખ અને રિક્ષાની લોન આપનાર દ્વારા આશરે રૃ. ૪૦ હજાર વ્યાજ ઓછું કરી આપતા, તમામને રૃપિયા ભરપાઈ કરી આપતા ૮૦ ટકા જેટલા બોજામાંથી મુક્ત કરવામાં આવેલ હતો.