એસટીમાં સિનિયર ક્લાર્કની નોકરી અપાવવાના બહાને યુવક પાસેથી રૃા. ૯૭ હજાર પડાવ્યા
વટવા જીઆઇડીસીમાં કમ્પ્યુટર રિપેર કરવા આવતા શખ્સે યુવકને ફાસાવ્યો
તપાસ કરાવતાં આવી કોઇ જગા બહાર પડી ન હતી ફ્રોડની જાણ થઇ
અમદાવાદ, શુક્રવાર
વટવા જીઆઇડીસીમાં નોકરી કરતા યુવકને કમ્પ્યુટર રિપેરિંગ કરવા આવતા યુવકે ગુજરાત એસટી વિભાગમાં સિનિયર ક્લાર્કની નોકરી અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ યુવક પાસેથી રૃા. ૯૭ હજાર પડાવ્યા હતા. જો કે તપાસ કરતાં આરોપીએ નકલી એપાઇન્ટમેન્ટ આપીને ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે વટવા જીઆઈડીસી પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા એસટી સ્ટેન્ડ વિભાગની ઓફિસે બોલાવી એપાઇન્ટમેન્ટ લેટર આપ્યો તપાસ કરાવતાં આવી કોઇ જગા બહાર પડી ન હતી ફ્રોડની જાણ થઇ
ખોખરા વિસ્તારમાં રહેતા અને વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે બે લોકો સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે જ્યાં ફરિયાદી જ્યાં નોકરી કરતા હતા આ કંપનીમાં કોમ્પ્યુટર રિપેરીંગ કરવા માટે આશિષ આવતો હતો. જેથી ફરિયાદીને સંપર્ક થયો હતો. બાદમાં તેણ જણાવ્યું હતું કે તેનો મિત્ર બોરસદમાં રહે છે તેને ગુજરાત એસટી વિભાગમાં ઓળખાણ છે અને નોકરી અપાવે છે. તમારે નોકરી જોઇએ તો રૃપિયા લઇને અપાવશે. જેમાં આરોપીએ કહ્યુ કે હાલમાં એસટી વિભાગમાં સિનિયર ક્લાર્કની જગ્યા ખાલી છે તેના રૃા. ૭૦ હજાર થશે તેમાં નોકરી અપાવી દઇશ તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ આરોપીએ ફરિયાદીને વડોદરા એસટી સ્ટેન્ડમાં બોલાવ્યો હતો અને ડોક્યુમેન્ટ આપ્યા હતા. બાદમાં વેરીફિકેશન સહિતના ચાર્જ પેટે કુલ રૃા. ૯૭ હજાર પડાવી લીધા હતા અને એપોઇનમેન્ટ લેટર પણ મેઇલથી મોકલ્યો હતો જેમાં એસટી વિભાગનો લોગો ન હોવાથી તપાસ કરાવતા આવી કોઇ જગ્યા ખાલી પડી નથી જેથી ઠગાઇની જાણ થઇ હતી. જેથી આરોપીને ફોન કરતા ચેક આપ્યો હતો પરંતુ બેન્કમાં ભરતા બાઉન્સ થયો હતો અને આજ સુધી રૃપિયા પરત કર્યા ન હતા.