યુવકને છરી બતાવી લૂંટવાનો પ્રયાસ, પિતાને છરીના ઘા માર્યા
લૂંટારુઓ બેફામ બનીને ઘાતક હથિયારથી હુમલો કરીને નિર્દોષ લોકોને લૂંટી રહ્યા છે
અમદાવાદ,શનિવાર
પૂર્વમાં લૂટારુ ટોળકી બેફામ બનીને ઘાતક હથિયારથી હુમલા કરીને નિર્દોષ નાગરિકોને લૂંટી રહ્યા છે. દાણીલીમડામાં નોકરીથી ઘરે જઇ રહેલ યુવકે છરી બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. યુવક ખેતરમાં ભાગી જતાં તેને પકડીને રૃપિયા અને મોબાઈલ આપવા ધમકાવતા પિતાને જાણ કરી હતી. પિતા ઘટના સ્થળે પહોતા પિતાને છરીના ઘા માર્યા હતા. દિકરીએ પિતાને છોડાવવા આરોપીના માથામાં ટિફીન મારતાં નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ પિતા અને આરોપી સારવાર હેઠળ છે. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક નોકરીથી ઘરે ચાલતો જતા લૂંટવા પ્રયાસ ઃ પિતા પર હુમલો કરતા દિકરાએ આરોપીને માથામાં ટીફિન માર્યું, દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
દાણીલીમડામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧ના રોજ તેમનો ૨૦ વર્ષનો પુત્ર રાત્રીના નોકરીથી કોઝી હોટલની પાછળ ચાલતો ઘરે જતો હતો ત્યારે નજીકના ફાર્મ પાસે ત્રણ શખ્સો તેને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડા રૃપિયા આપી દેવાનું કહ્યું હતું. જેથી ગભરાઇને તે નજીકના ખેતરમાં ભાગ્યો અને પિતાને ફોન કરીને બનાવ અંગેની જાણ કરી હતી.
આરોપીઓએ યુવકનો પીછો કરીને પકડીને મારતા હતા અને મોબાઇલ તથા રૃપિયા આપવા માટે ધમકાવતા હતા. આ સમયે ફરિયાદી પિતા આવી પહોંચ્યા હતા અને પુત્રને બચાવવા જતા લૂંટારુઓએ તેમને છરીના ઘા માર્યા હતા. જો કે પુત્રએ પિતાને બચાવવા આરોપીના માથામાં ટીફીન મારતાં નાસી ગયા હતા. ૨બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઇને ઈજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ ગયા હતા. બીજીતરફ આરોપી પણ સિવિલમાં સારવાર હેઠળ છે.