અસારવામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી રિક્ષા ચાલક ફરાર
શાહીબાગમાં હિટ એન્ડ રનમાં યુવકે જીવ ગુમાવ્યો
ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદ,સોમવાર
પૂર્વમાં બેફામ વાહનો હંકારતા હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવોમાં ચિંતાનજક વધારો થઇ રહ્યો છે. અસારવામાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને રિક્ષા ચાલકે ટક્કર મારી હતી જેથી સારવાર દરમિયાન મોત થયું હતું જેમાં યુવક વહલી સવારે કામઅર્થે જતો હતો તે સમયે અકસ્માત થયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વહેલી સવારે સંતાષી માતાના મંદિર પાસેથી પગપાળા જતો હતો ત્યારે અકસ્માત થયો ઃ બે દિવસની સારવાર દરમિયાન મોત ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અસારવામાં યુવક તા. ૨૯ ઓગસ્ટે વહેલી સવારે ૫.૩૦ વાગે અસારવા તળાવથી માતૃભૂમિ વાવ તરફ ચાલતા જતા હતા. ત્યારે મહાલક્ષ્મી માટલાઘર પાસે પહોચ્યા તે સમયે યુવક રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલી રિક્ષા ચાલકે ટક્કર મારતા તેઓ ફંગોળાઇને રોડ ઉપર પટકાતા માથઆ સહિત શરીરે ગંભીર ઇજાઓ થતા બેભાન થઇ ગયા હતા.
જેથી આસપાસના લોકોએ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. અક્સમાત કરીને રિક્ષાચાલક ભાગી ગયો હતો. આ અંગે એફ ટ્રાફિક ડિવિઝન પોલીસે ફરાર રિક્ષા ચાલક સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.