ઓઢવ પોલીસ ઇકો કારની ચોરી કરતા શખ્સને પકડયો
સિંગરવા પાસેથી નંબર પ્લેટ વગરની ઇકો સાથે પકડાયો ઃ પંદર ગુના આચર્યાની કબૂલાત
ઇકોની ચોરી કરી રૃા. ૮.૧૦ લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં ઇકો કાર અને તેના સાયલન્સની ચોરીના અનેક બનાવો બની ચૂક્યા છે ઓઢવ પોલીસે સિગરવા ખાતેથી રાજસ્થાનના શખ્સને ચોરીની નંબર પ્લેટ વગની ઇકો કાર સાથે પકડી પાડયો હતો. પોલીસે હાલ રૃા. ૮.૧૦ લાખની પાંચ ઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,સુરત અને મહારાષ્ટ્ર, ધાનેરા, દાંતા સહિતના વિસ્તારમાં ઇકોની ચોરી કરી રૃા. ૮.૧૦ લાખનો મુદ્દામાલ કબજે
ઓઢવ પોલીસ પેટ્રોલિગ કરીને વાહન ચેકિંગ કરી રહી હતી આ સમયે સિંગરવા પાસેથી નંબર પ્લેટ વગરની કારને પોલીસે પકડીને તપાસ કરતાં તે ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના લાખાવાસ ગામના ફિરોજખાન અનવરખાન મુસ્લા (ઉ.વ.૨૭) ધરપકડ કરીને તેની પાસેથી ચોરીની રૃા. ૮, ૧૦,૦૦૦ની પાંચ ઇકો કબજે કરી હતી.
પોલીસ તપાસમાં આરોપી અને તેના સાગરિતોએ ભેગા મળી અમદાવાદ મહારાષ્ટ્ર અને ધાનેરા તથા દાંતા સહિતના વિસ્તારમાંથીકુલ ૧૫ ઇકો કારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીેને તેના સાગરિતોની શોધખોળ હાથ ધરી છે.