નરોડામાં અંદરો અંદર ગાળો બોલવાની ના પાડતા નિર્દોષ યુવકને ચાકુના ઘા માર્યા

અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તારમાં ધાક જમાવવા માટે લૂખ્ખા તત્વો દ્વારા નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે.નરોડામાં ત્રણ દિવસ પહેલા યુવક મંદિરે દર્શન કરીને ઘરે જતો હતો ત્યારે મધરાતે ચાર શખ્સો જાહેરમાં અંદરો અંદર ગાળો બોલતા હોવાથી યુવકે કહ્યું કે આજુ બાજુ લોકો રહે છે, ગાળો ના બોલો રહેતા ચારેયા જણા ઉશ્કેરાઇ ગયા હતા અને યુવકને પકડીને મારવાની વાત કરી હતી. બાદમાં ઢોર માર મારીને ચાકુથી હુમલો કરીને લોહી લુહાણ કર્યા બાદ નરોડામાં દેખાઇશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક મંદિરે દર્શન કરીને આવતો હતો ચાર શખ્સોને જાહેરમાં ગાળો બોલવાની ટકોર કરતાં પકડીને ઢોર માર મારી ઘાતક હુમલો કર્યો
નરોડામાં રહેતા અને યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં કાલુ, શાહીલ અને વિરેન્દ્ર તથા દિનેશ નામના અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક અને તેનો મિત્ર તા. ૫ના રોજ હરિ દર્શન ખાતે આવેલા સધી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા જ્યાં દર્શન કરીને મિત્ર તેના ત્યાંથી જતો રહ્યો હતો, બીજીતરફ ફરિયાદી યુવક ઘરે જતો હતો.
જ્યાં મંદિર નજીકથી પસાર થતો હતો ત્યાં રસ્તામાં ચાર લોકો અંદરો અંદર ગાળો બોલતા હોવાથી યુવકે બાઇક ધીમું પાડીને યુવકે કહ્યું કે આજુ બાજુ લોકો રહે છે, ગાળો ના બોલો રહેતા ચારેયા જણા ઉશ્કેરાઇ ગયા હતા અને યુવકને પકડીને મારવાની વાત કરી હતી. બાદમાં ઢોર માર મારીને ચાકુથી હુમલો કરીને લોહી લુહાણ કર્યા બાદ નરોડામાં દેખાઇશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાસી ગયા હતા. આ ઘટના અંગે નરોડા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.









