Get The App

તું છૂટાછેડા આપી દે મારે પ્રેમિકા સાથે લગ્ન કરવા છે કહી પત્નીને વાળ પકડી મારતાં સારવાર હેઠળ

અમરાઇવાડીમાં મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું

મેં તારી સાથે ખોટા પ્રેમ લગ્ન કર્યા કહી માનસિક શારિરિક ત્રાસ

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ,શનિવારતું છૂટાછેડા આપી દે મારે પ્રેમિકા સાથે લગ્ન કરવા છે કહી પત્નીને વાળ પકડી મારતાં સારવાર હેઠળ 1 - image

 અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોેવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા બે વર્ષ સુધી રીતે રાખવામાં આવી હતી ત્યારબાદ નાની નાની બાબતે તકરાર શરુ કરી હતી. એટલું જ નહી તું છૂટાછેડા આપી દે મારે પ્રેમિકા સાથે લગ્ન કરવા છે કહીને પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હતો. પાંચ મહિનાથી મહિના ભાડાના મકાનમાં અલગ રહેતી હતી બે દિવસ પહેલા પતિ તેના ઘરે જઇને છૂટાછેડા લેવાનું કહીને તકરાર કરીને પત્નીને વાળ પકડી મારતાં હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દસ વર્ષ પહેલા લગ્ન,બે વર્ષ બાદ મેં તારી સાથે ખોટા પ્રેમ લગ્ન કર્યા કહી માનસિક શારિરિક ત્રાસ, પાંચ મહિનાથી ભાડાના મકાનમાં રહેતી પત્નીના ઘરે જઇ મારઝૂડ કરી

 અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડી પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા બે વર્ષ સુધી રીતે રાખવામાં આવી હતી ત્યારબાદ નાની નાની બાબતે તકરાર શરુ કરી હતી. એટલું જ નહી મેં તારી સાથે ખોટા પ્રેમલગ્ન કર્યા હતા. મને સમાજમાં સારી છોકરીઓ મળતી હતી કહીને તકરાર કરીને મારઝૂડ કરતા હતા.

તું છૂટાછેડા આપી દે મારે પ્રેમિકા સાથે લગ્ન કરવા છે કહીને પતિ છૂટાછેડા માટે દબાણ કરતો હતો. પાંચ મહિનાથી મહિના ભાડાના મકાનમાં અલગ રહેતી હતી બે દિવસ પહેલા પતિ તેના ઘરે જઇને છૂટાછેડા લેવાનું કહીને તકરાર કરીને પત્નીને વાળ પકડી મારતાં હાલમાં એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Tags :