અપહરણ કરી તલવાર, ચાકુના ઘા મારતા મહિલા સહિત ત્રણ ઘાયલ
અમરાઇવાડીમાં તકરાર સંદર્ભે યુવકે કરેલી ફરિયાદની અદાવતમાં જીવલેણ હુમલો
અમરાઇવાડી પોલીસે છ લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,શનિવાર
અમરાઈવાડીમાં યુવકને વિસ્તારમાં રહેતા શખ્સો સાથે તકરાર થઇ હતી. જે બાબતેે ફરિયાદ નોધાવતા તેની અદાવત રાખીને છ શખ્સોએ યુવકનું અપહરણ કરીને અમારી સામે ફરિયાદ કેમ કરી હતી તેમ કહીને તલવાર અને ચાકુઘા મારીને લોહી લુહાણ કર્યો હતો. એટલું જ નહી છોડાવવા વચ્ચે પડતાં તેના મિત્ર અને બહેન ઉપર લાકડીથી હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે છ લોકો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમારા સામે ફરિયાદ કેમ કરી કહીને બે યુવકો ઉપર તલવાર ચાકુથી હુમલો કરીને આડેધડ લાકડીના ફટકા માર્યા મહિલા છોડાવવા વચ્ચે પડતાં તેને પણ લાકડીથી મારતા ત્રણેય ગંભીર રીતે ઘાયલ
અમરાઈવાડીમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે થોડા મહિના અગાઉ ફરિયાદીને તેના જ વિસ્તારમાં રહેતા કેટલાક લોકો સાથે સામાન્ય બાબતમાં તકરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેની અદાવત રાખીને ગઇકાલે યુવક તેના ઘરની બહાર નીકળ્યા આરોપીઓ ચાકુ લઈને આવીને યુવકનું અપહરણ કરીને અમરાઈવાડી ભીલવાડા ચાર રસ્તા પાસે લઇ ગયા હતા.
જ્યાં અગાઉથી જ બીજા આરોપીઓ તલવાર લઈને ઉભા હતા અને કહેવા લાગ્યા કે તે અમારા લોકો સામે ફરિયાદ કેમ કરી હતી કહીને યુવકને માર માર્યા બાદ ચાકુના ઘા યુવકના પગમાં મારીને બીજા લોકોએ લાકડાના દંડા અને તલવારના ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો. આ સમયે યુવકનો મિત્ર અને યુવકની બહેન બચાવવા આવતા તમામે ભેગા મળીને બન્ને ઉપર લાકડીથી હુમલોરીને યુવકને ચાકુ બતાવીને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ ધમકી આપીને તમામ શખ્સો ભાગી ગયા હતા.