બુટલેગરે કહ્યું તું કેમ પોલીસને અમે દારુ વેચીએ છીએ તેની બાતમી આપી દારુ પકડાવે છે
અમરાઇવાડીમાં મધરાતે ભર ઉંધ માંથી જગાડી ચાકુ, તલવાર સાથે ઘરમાં ધસી આવ્યા
ઇલેકટ્રીક મીટર અને રિક્ષાની તોડફોડ કરી આતંક મચાવ્યો
અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો માથુ ઉચકીને ઘાતક હુમલા કરી રહ્યા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે તેવામાં હવે બુટલેગરો પણ બેફામ બનીને વિસ્તારમાં ધાક જમાવી રહ્યા છે. અમરાઇવાડીમાં બુટલેગરો હાથમાં ચાકુ અને તલવાર સહિતની હથિયારો સાથે મધરાતે ઘરમાં ધસી આવ્યા હતા અને પરિવારના સભ્યોને ગાળો બોલીને યુવકે કહ્યું કે તું કેમ પોલીસને અમે દારુ વેચીએ છીએ તેવી બાતમી આપીને દારુ પકડાવે છે. તેમ કહીને મારી નાંખવાની ધમકી આપીને તોડફોડ કરી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધાક જમાવવા પરિવારજનોને ગાળો બોલી યુવકને મારી નાંખવાની ધમકી આપી ઇલેકટ્રીક મીટર અને રિક્ષાની તોડફોડ કરી આતંક મચાવ્યો
અમરાઇવાડી વિસ્તારમાં યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અનિલ તથા રાહુલ અને ભુરા સામે ફરિયાદ નોધાવી છે કે અગાઉ આ તમામ મિત્રો હતા પરંતુ તેઓ ખરાબ ધંધા કરતા હોવાથી કેટલાક સમયથી મિત્રતા તોડી નાંખી હતી. જેને લઇને તા.૧૧ના રોજ યુવક તથા પરિવારના સભ્યો સુતા હતા ત્યારે મધરાતે ચાકુ અને તલવાર લઇને ઘરે આવીને દરવાજો ખટખટાવીને યુવકને જગાડયો હતો.
ધક્કો મારીને ઘરમાં ઘૂસી આવીને યુવકે કહ્યું કે તું કેમ પોલીસને અમે દારુ વેચીએ છીએ તેવી બાતમી આપીને દારુ પકડાવે છે. તેમ કહીને મારી નાંખવાની ધમકી આપીને ઇલેકટ્રીક મીટર અને રિક્ષાની તોડફોડ કરી હતી. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.