Get The App

ખાનગી કંપનીના લોકરમાં મુકેલા બે લાખના દાગીના ગાયબ થયા

૨૭ દિવસ પછી કોઇ ચોક્કસ પરિણામ ના મળતાં ફરિયાદ

મકાન રિપેર કરાવવા દાગીના ગિરવે મૂકીને રૃા. ૩.૬૫ લાખની લોન લીધેલી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
ખાનગી કંપનીના લોકરમાં મુકેલા બે લાખના દાગીના ગાયબ થયા 1 - image

અમદાવાદ,બુધવાર

નરોડામાં રહેતા અને રાષ્ટ્રીય કૃત બેન્કમાં ગન મેન તરીકે નોકરી કરતા  આધેડ નરોડામાં ખાનગી કંપની ઇન્ડેલ મની લિમિટેડમાં દાગીના ગિરવે મૂકીને લોન રૃા. ૩.૬૫ લાખની લોન લીધી હતી જે લોનના બાકી નીકળતા ચાર લાખ ૨૭ દિવસ પહેલા ભરી દીધા હતા કંપનીમાં દાગીના લેવા જતાં બે લાખના દાગીના ગાયબ હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંેધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં વર્ષ પહેલા મકાન રિપેર કરાવવા દાગીના ગિરવે મૂકીને રૃા. ૩.૬૫  લાખની લોન લીધેલી બાકી નીકળતા ચાર લાખ  ભરી દીધા હતા

નરોડા વિસ્તારમાં દહેગામ રોડ હંસપુરા પાસે  એપાર્ટમેન્ટમાં રહેતા આધેડે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા જીઆઇડીસી પાસે આવેલી આવેલી ઇન્ડેલ મની લિમિટેડના જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૪ જુલાઇ ૨૦૧૫ના રોજ મકાન રિંપેરિંગ માટે ગોલ્ડ લોન માટે સોનાના ૪૨.૯ ગ્રામના બે નંગ હાર તથા એક બ્રેસલેટ ૧૧.૯ ગ્રામ દાગીના મૂકીને રૃા. ૩,૬૫,૫૭૫ની લોન લીધી હતી. લોેનની બાકી રકમ રૃપિયા ચાર લાખ તા. ૭ જાન્યુઆરી ૨૦૨૩૬ના રોજ ભરી દીધા હતા.

 પરિવાર સાથે ગીરો મૂકેલા સોનાના દાગીના છોડવવા જરુરી દસ્તાવેજ આપી ગોદરેજ સેફ વોલ્ટમાં લોક સિસ્ટમમાં રાખેલા દાગીના લેવા જતાં તેમાં પેકટમાં બે લાખના દાગીના જે ગાયબ હતા. આજ દિન સુધી ધક્કા ખવડાવીને દાગીના પરત આપ્યા ન હતા આ બનાવ અંગે નરોડા પોલીસે છેતરપીડીનો ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.